Site icon Revoi.in

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા એપિસોડ જોઈને ફેંસ થયા ખુશ

Social Share

મુંબઈ: લોકડાઉનને કારણે તમામ ટીવી સિરીયલોનું શૂટિંગ બંધ કરાયું હતું. હવે લોકડાઉન માં થોડી છૂટછાટ મળ્યા બાદ એન્ટરનેટમેન્ટ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે ટ્રેક પર પાછી ફરી રહી છે. સિરીયલોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને નવા એપિસોડનું ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે. સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેંસ 22 જુલાઈથી ખુશ થઈ ગયા છે. શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ થવા લાગ્યા છે. ટેલિકાસ્ટેડ એપિસોડમાં જેઠાલાલ બાપુની શોધ કરતા જોવા મળે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સે નવા એપિસોડ જોયા પછી ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે.

આ શોનું શૂટિંગ શરૂ થતાં જ નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 10 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં જ નવા એપિસોડ સાથે ટીવી પર પાછા ફરીશું. અમારી ટીમની તબિયત માટે પ્રાર્થના કરો. અમે હિંમત કરીને ફરીથી શૂટિંગ કરી રહ્યા છીએ.સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા અપાયેલા ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

હાલમાં જ શોમાં ભીડેની ભૂમિકા ભજવનારા મંદારે જેઠાલાલ, બાપુજી અને બબીતા ​​સાથે જૂની તસવીર શેર કરી હતી.

_Devanshi