- દિલ્હી બાદ હવે લખનૌની હવા પ્રદુષિત બની
- કોરોનાના દર્દીઓ માટે જોખમ વધ્યું
- ઔઘોગ્ક ક્ષેત્રમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું
દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષિત બની હતી ત્યારે હવે ઉત્તર પ્રદેશની રાજઘાની પણ તેના માર્ગે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે, રાજધાની લખનૌમાં હવાની ગુણવત્તા જોખમ કારક જોવા મળી રહી છે, લખનૌમાં આજ રોજ એર ક્વોલિટી ઈન્ડેક્ષ માપવામાં આવ્યો હતો, જેમાં સ્થિતિ ખુબજ ગંભીર જોવા મળી છે, અહીંની હવા ખુબજ ખરાબ સ્થિતિમાં પહોંચી છે,વાયુમાં ઝેર પ્રસરવાની દહેશત વર્તાઈ રહી છે,સામાન્ય લોકોની સાથે સાથે કોરોનાના દર્દીઓનું જોખમ વધી રહેલું જોવા મળે છે,લખનૌની હવા ખરાબ થતા દર્દીઓની મુશ્કેલી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે,
પર્યાવરણવાદી અને વિજ્ઞાન કમ્યુનિકેટર સુશીલ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે લખનૌના તાલકટોરા ઔદ્યોગિક ક્ષેત્રમાં હવા ખૂબ જ ખરાબ થવાના કારણે હવામાં સ્થિતિ પોર્ટિકુલેટ સાથે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓઝોન વાયુંનું સ્તર જોવા મળે છે, જે હવામાનમાં પરિવર્તન, આકાશ સાફ નહોવાના કારણે તેમજ હવાના અભાવના કારણે ઔધોગિક પ્રવૃત્તિઓમાં થયેલા વધારાનું કારણ બન્યું છે.
અઠવાડિયાના એન્ડમાં, હવાની ગુણવત્તાનો સૂચકાંક 400નો આંકડો વટાવી શકે છે જે ખુબ જ ગંભીરપ સ્થિતિ દર્શઆવે છે, જેની સીધી અસર 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ લોકો અને કોરોના સંક્રમિત દર્દીઓ પર થઈ શકે છે. આ ઉપરાંત માનવ જીલના માટે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી અનેક સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.
દ્વિવેદી એ હવાની ગુણવત્તાની સમિક્ષા કરતા કહ્યું કે, હવાની ગુણવત્તાની અનુક્રમણિકા મુખ્યત્વે 8 પ્રદૂષકો સાથે મળીને બનેલા છે. હવાના પ્રદૂષણનો અર્થ એ છે કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડની માત્રા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધારિત માપદંડથી વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે,એક ક્વોલિટી ઈન્ડેક્ષ હવામાં રેહેલી શુદ્ધતાને દર્શાવે છે ત્યારે હાલ લખનૌ એર ક્વોલિટી આન્ડેક્ષમાં ખુબ જ ખરાબ શ્રક્ષેણીમાં સમાવેશ પામી રહ્યું છે જે આવનારા સમય માટે ખુબજ જોખમ ભરેલી સ્થિતિ સુચવે છે.
સાહીન-