Site icon hindi.revoi.in

લોકડાઉન બાદ યૂપી અને પંજાબમાં આજથી શાળાઓ ખુલશે – નિયમોનું કરવું પડશે પાલન

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કેસમાં વધારો પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તેનો રિકવરી રેટ પણ વધ્યો છે, ત્યારે છેલ્લા 7 મહિનાના સમયગાળા બાદ આજથી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ફરીથી સ્કુલો શરુ થવા જઈ રહી છે,જો કે તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનનું સખ્તીથી પાલન કરવાનું રહેશે.

કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાના નિર્ણય લેવાયો હતો, ત્યાર બાદ તબક્કાવાર અનલોકની પ્રક્રિયા શરુ કરવામાં આવી જેમાં કેન્દ્ર સરકાર તરફથી અનલોક 5 માં સ્કુલો ખોલવા અંગેનો પણ નિર્ણય લેવાયો હતો , 15 ઓક્ટોબરથી શાળઓ ખુલવાની હતી તેના બદલે આજથી એટલે કે 19 ક્ટોબરથી ખુલી રહી છે,

આજથી ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને પંજાબમાં સ્કુલ ખુલશે જેને લઈને ગાઈડલાઈન પણ રજુ કરવામાં આવી છે,કોરોનાના કારણે તમામે ખાસ સાવચેતી દાખવવી જરુરી રહેશે, પંજાબમાં ઘોરણ 9 થી 12 સુઘી ક્લાસ ખોલવામાં આવશે

 આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ આજથી શાળાઓ ખોલવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 7 મહિના સુધી શાળાઓ બંધ રાખ્યા બાદ  હવે 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓ માટે  શાળાઓ ખોલવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ફક્ત માતાપિતાની પરવાનગીથી જ બાળકો શાળાએ આવી શકશે. આ ઉપરાંત સિક્કિમની શાળાઓ પણ આજથી ખોલવામાં આવશે. સિક્કિમમાં વર્તમાન શૈક્ષણિક સત્ર ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત કરવાની યોજના છે.

 આ બાબતોનું ખાસ રાખવું પડશે ધ્યાન

કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને શાળાઓમાં આવવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરવામાં આવે. વિદ્યાર્થીઓએ સ્કુલ આવવા માટે વાલીઓની લેખિત પરવાનગીને જ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવશે.

સાહીન-

સાહીન-

 

Exit mobile version