- 35 વર્ષ પછી ભારત આઈએલઓનો અધ્યક્ષ બન્યો
- રમ સચિવ ચંદ્ર આ પદ ઓક્ટોબર 2021 સુધી સંભાળશે
ભારતે વર્ષો બાદ 35 વર્ષના લાંબા ગાળા પછી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (આઈએલઓ) ની ગવર્નિંગ બોડીની અધ્યક્ષતા મળી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રને બોર્ડ ઓફ ડિરેક્ટરના અધ્યક્ષ તરીકે ચનિમવામાં આવ્યા છે. હવે આવતા મહિને નવેમ્બરમાં યોજાનારી સંચાલક મંડળની બેઠકની અધ્યક્ષતા સંભાળશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર સાડા ત્રણ દાયકા બાદ ભારતને આઈએલઓનાં બોર્ડ ઓફ ડિરેક્ટરની અધ્યક્ષતા મળી છે. શ્રમ સચિવ ચંદ્ર આ પદ ઓક્ટોબર 2021 સુધી સંભાળશે. આઈએલઓ બોર્ડની અધ્યક્ષતા મળવી એ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે.
100 થી વધુ વર્ષોથી ભારત અને આઈએલઓ વચ્ચેની કડીમાં આ એક સીમાચિહ્નરૂપ છે.બોર્ડ ઓફ ડિરેક્ટર એ આઇએલઓનું સર્વોચ્ચ કારોબારી જૂથ છે. તે નીતિઓ, કાર્યક્રમો, એજન્ડા, બજેટ અને ડિરેક્ટર જનરલોની પસંદગી કરે છે. આઇએલઓનાં 187 સભ્યો છે.
સાહીન-