Site icon hindi.revoi.in

બોલિવૂડમાં ‘મસ્તી’ ફિલ્મથી ડેબ્યૂ કરનારા આફતાબ શિવદસાનીનો 43નો બર્થડે- બાળપણથી ફિલ્મોમાં કામ કરવા છત્તાં સફળતાથી રહ્યા દૂર

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર આફતાબ શિવદસાની બોલિવૂડના એક સમયમાં જાણીતા એક્ટર રહ્યા છે, જો કે છેલ્લા ઘણા સમયથી તેઓ મેઈન રોલથી દૂર જોવા મળે છએ, તેમની છેલ્લે આવેલે ઘણી ફિલ્મોમાં તેઓ સાઈડ રોલ પ્લે કરતા જોવા મળ્યો છે,મનોરંજન જગતમાં તેમના જેવા કેટલાય સ્ટાર્સ છે કે જે ચમક્યા છે પરતું એક સમયે તેણે કિનારે થવું પડ્યું છે.

એક સમયે સફળતાની સીડી સર કરીને અચાનક સફળતાની સીડીના છેલ્લે પગથિયે આવતા એક્ટર્સ પણ મનોરંજન જગતમાં જોવા મળે છે બસ તેમાના એક એક્ટર આફતાબ શિવદસાની પણ તે કલાકારોમાંથી એક છે. આજે 24 જૂને આફતાબ તેનો 43મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

એક્ટર આફતાબનો જન્મ 25 જૂન 1978 માં મુંબઇમાં થયો હતો. આ વર્ષે આફતાબ તેનો 43 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આફતાબ બોલિવૂડના એવા કેટલાક કલાકારોમાંનો એક છે કે જેઓ નાનપણથી જ ફિલ્મોમાં સતત કામ કરી રહ્યા છે, પરંતુ તેઓને યોગ્ય ઓળખ અને નામના મળી ન હતી. આફતાબે ફિલ્મ ‘મસ્ત’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે હજી પણ બોલીવુડમાં સક્રિય છે, પરંતુ તેને કોઈ મોટી ફિલ્મ મળી રહી નથી.

આફતાબની ફિલ્મો વિશે જો વાત કરીએ તો આફતાબ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ માં દેખાયો તો. તે સમયે તે માત્ર નવ વર્ષનો હતો. આ પછી તેણે ફિલ્મ ‘શહેનશાહ’ માં અમિતાભ બચ્ચનનું બાળપણનું પાત્ર ભજવ્યું. આ સિવાય તે ‘અવ્વલ નંબર’, ‘ચાલબાઝ’ અને ‘ઇન્સાનિયત’ જેવી ફિલ્મોમાં પણ બાળકલાકર તરીકે જોવા મળ્યો હતો.

વર્ષ 1999 માં, આફતાબ શિવદસાનીએ 19 વર્ષની ઉંમરે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘મસ્ત’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની સામે ઉર્મિલા માટોંડકર હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી, ત્યારબાદ તેને બેસ્ટ મેલ ડેબ્યૂ અને મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમર જેવા ઘણા એવોર્ડ મળ્યા હતા.જો કે હાલ તેઓને કોઈ મોટી ફિલ્મ મળી રહી નથી. તેઓ ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ કરતા જોવા મળ્યા છે,

Exit mobile version