Site icon hindi.revoi.in

અફ્ઘાનિસ્તાને ચીનની ખોલી પોલ, ચીનના જાસુસી નેટવર્કને પકડ્યુ

Social Share

દિલ્લી:  થોડા દિવસ પહેલા એક અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું હતુ કે ચીનના સમગ્ર વિશ્વમાં 20 લાખ જેટલા જાસૂસ સક્રિય છે અને આજે અફ્ઘાનિસ્તાને ચીનના જાસૂસી કરતા નેટવર્કને પકડી પાડ્યું છે. ચીનના આ પ્રકારના વલણને લઈને કાબૂલે ચીનને ધમકી પણ આપી દીધી છે અને કહ્યું છે કે ચીન પોતાની નાપાક હરકતના કારણે અફઘાનિસ્તાનથી માફી માગે નહી તો ચીન સાથેના સંબંધોમાં તેઓ વધારે કડક પગલા લેશે.

વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ અફઘાનિસ્તાનના નેશનલ ડીરેક્ટોરેટ ઑફ સિક્યોરિટીએ જાસૂસી નેટવર્ક પકડી પાડ્યું હતું. પકડાયેલા બધા ચીનની ગુપ્તચર એજન્સીના માણસો હતા. એમાંના બે તો આતંકવાદી સંસ્થા હક્કાની નેટવર્કના સંપર્કમાં હતા હક્કાની નેટવર્ક તાલિબાનોનું સૌથી ક્રૂર સાથી મનાય છે.

કાબુલની પોલીસે કેટલાંક સ્થળે દરોડા પાડીને ચીની જાસૂસી નેટવર્ક પકડી પાડ્યું હતું. આ સંદર્ભમાં દસ વ્યક્તિની ધરપકડ પણ કરાઇ હતી. ચીને આ ઘટના પછી અફઘાનિસ્તાનના સરકારી અધિકારીઓ પર આ વાતને દબાવી દેવા અને વધુ અવાજ નહીં કરવા દબાણ કર્યું હતું પરંતુ અફગાનિસ્તાનના સરકારી અધિકારીઓએ ચીનના દબાણ હેઠળ કશું કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

આ જાસૂસી નેટવર્ક પકડાયા પછી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ ઉપરાષ્ટ્રપ્રમુખ અમરુલ્લા સાલેહને આ ઘટના સોંપી દીધી હતી.અમરુલ્લા સાલેહ અફઘાન ઇન્ટેલિજન્સ એજન્સીન ચીફ રહી ચૂક્યા હતા. આવા સંવેદનશીલ મુદ્દાઓની તપાસ એ સારી રીતે કરી શકે એમ છે.

કોરોનાવાયરસના ઉદભવ બાદ ચીન દ્વારા અનેક દેશો સાથે અટકચાળા કરવામાં આવ્યા છે અને ચીન દ્વારા કેટલાક દેશો સાથે તણાવ વધારવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. જાણકારો અનુસાર ચીને કેટલાક દેશો સાથે સંબંધો તો બગાડી જ નાખ્યા છે અને આગામી સમયમાં અન્ય દેશો સાથે પણ ચીનના સંબંધો વધારે વણસી શકે તેમ છે.

Exit mobile version