Site icon Revoi.in

અફઘાનિસ્તાને ભારત સાથે એ રીતે મિત્રતા નિભાવી કે, ડૂંગળી હવે દેશની જનતાને નહી રડાવી શકે

Social Share

ભારતમાં ડુંગળીના ભાવમાં વધારો થતા  અફઘાનિસ્તાનના વેપારીઓ અહીંના બજારોમાં ડુંગળી વેચવા માટે ઉત્સાહિત બન્યા છે અને જો ડુંગળીનો ભાવ અહીં પ્રતિ કિલોએ 30 રૂપિયા રહેશે, તો અફઘાનિસ્તાનથી ડુંગળી આવવાનું ચાલુ રહેશે.

હવે આમ જનતાને ડુંગળી વધારે દિવસો સુધી રડાવી શકેશ નહી,અફધાનિસતાને ભારત સાથે મિત્રતા નિભાવતા દેશમાં ડુંગળી મોકલવાનું શરુ કર્યું છે,દેશની પશ્વિમી સીમા સાથે સંકળાયેલા સૂબે પંજાબના જુદા જુદા શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં અફઘાનિ ડૂંગળી મળવા લાગી છે,વેપારી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે દેશભરમાં ડુંગળી યાત થવા લાગી છે, એક સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનથી ટૂંક સમયમાં જ 30 થી 35 ટ્રક ભરીને ડુંગળી આપણા દેશમાં આયાત થવાની છે જેનું લોડિંગ પણ થઈ ચુક્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ ભારતમાં ડુંગળીના ભાવમાં ભારેખમ વધારો થવાથી અફઘાનના વેપારીઓ અહિયાના બજારોમાં ડુંગળીનું વેચાણ કરવા માટે ઉત્સાહિત બન્યા છે,ત્યારે હાલમાં અમૃતસર અને લુધિયાણામાં ડુંગળીનો ભાવ 30 થી 35 રુપિયા પ્રતિ કિલો જ છે.

દિલ્હીની આઝાદપુર માર્કેટના કારોબારી અને ઓનિયન મર્ચેન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે,એક-બે દિવસમાં દિલ્હીના માર્કેટોમાં પણ અફઘાનિ ડુંગળીઓ આવવાની શરુ થઈ જશે,જેનાથી ડુંગળીના ભાવમાં ઘટાડો થશે, બીજી બાજુ કર્ણાટકમાંથી ડુંગળીના નવા પાકથી આવક દિલ્હીના આઝાદપુર માર્કેટમાં બુધવાર રોજથી શરુ થઈ ચૂકી છે,વેપારીઓ એ જણાવ્યું કે,કર્ણાટકથી પાંચ ટ્રક નવી ડુંગળીની આયાત થઈ છે અને આવનારા દિવસોમાં નવી ડુંગળીની આવક હજુ વધી શકે છે.

આઝાદપુર માર્કેટમાં ધણા દિવસો પછી ડુંગળીનો નીચો ભાવ 40 રુપિયે કિલો જોવા મળ્યો છે,જો વેપારી લોકોની વાત માનીયે તો દિલ્હીમાં ધણી બધી જગ્યાઓ પર ડુંગળીનો ભાવ 25 થી 38 રુપિયા થઈ ગયો છે,જે ગયા અઠવાડિયે 50 થી 60ની વચ્ચે હતો.

શર્માએ આ વિશે જણાવ્યું કે,બુધવારના રોજ મોર્કેટમાં 55 ટ્રક એટલે કે 1100 ટન ડુંગળી આવી હતી,તે સિવાય એક દિવસ પહેલા પણ 95 ટન ડુંગળી મંગાવામાં આવી ચૂકી છે,જો એજ રીતે ડુંગળીની આયાત વધશે તો ચોક્કસ તેના ભાવમાં ઘટાડો થઈ શકે છે.હાલ ડુંગળીના ભાવમાં 7 થી 8 રુપિયા ઘટ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદના લીધે ડુંગળીના પાકમાં નુકશાન અને નવા પાકની તૈયારીમાં વિલંબ થવાના કારણે ડુંગળીના ભાવમાં મોટો વધારો થયો હતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને મંગળવારે ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા કાળા માર્કેટિંગ અને ડુંગળીના સંગ્રહ કરવા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર સ્ટોક મર્યાદા લાદવાની પણ વિચારણા કરી શકે છે.

કેન્દ્ર સરકારે નાફેડને સફળ, મધર ડેરી અને એનસીસીએફ વેચાણ કેન્દ્રો તેમજ તેના પોતાના વેચાણ કેન્દ્રો દ્વારા ડુંગળીનું વિતરણ કરવા નિર્દેશ આપ્યો છે, જેમાં જણાવ્યું હતું કે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ. 24 થી વધુ ન હોવો જોઈએ.