Site icon hindi.revoi.in

વકીલ વૈધનાથની દલીલઃવિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સના પુસ્તકમાં રામજન્મભૂમિનો ઉલ્લેખ

Social Share

ભગવાન રામની જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ હજુ યથાવત છે જ્યા સુધી તેનો ઉકેલ ન આવે ત્યા સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરુ જ રહેશે. ત્યારે 5 ઓગસ્ટના રોજ શરુ કરવામાં આવેલી સુનાવણીના 5 દિવસ પુરા થી ચુક્યા છે જ્યારે જે તેનો છઠ્ઠો દિવસ છે,

ત્યારે હિન્દુ પક્ષના વકીલ વૈદ્યનાથે દલીલ કરી છે કે  મુગલ સાશનના અકબર અને જહાંગીરના સમયમાં ભારત પ્રવાસ આવી ચડેલા વિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સે તેમના પુસ્તકમાં રામજન્મભૂમિ અને અયોધ્યાની વાત કરી છે, આ વાત લેખક વિલિયમ ફોસ્ટરે ‘અર્લી ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા’નામના પુસ્તકમાં સાત યાત્રીકોનો ઉલ્લેખ કર્યો છે, જે અયોધ્યા અંગે લખી ચુક્યા છે.

રામલલાના વકીલ વૈદ્યનાથની દલીલો

અયોધ્યા શહેરમાં બૌદ્ધનું રાજ હતું,હિન્દુઓના મુખ્ય સ્થાનો પર ત્રણ મસ્જિદો બનાવામાં આવી હતી જેમાંથી એક રામજન્મભૂમિ છે,તેમણે પુરાતત્વ વિભાગનો એક 1863,1864,1865નો રિપોર્ટ પણ રજુ કરાને સંભળાવ્યો હતો. જેમાં રાજા વિક્રમાદિત્યએ અયોધ્યામાં 368 મંદિર બનાવ્યા હતા, જેમા રામજન્મભૂમિનો સમાવેશ પણ થયો છે.

વૈદ્યનાથે સુનાવણી વખતે બ્રિટિશ સર્વાઈવર માર્ટિનના સ્કેચના પણ વાત કરી છે, જેમાં 1838 દરમિયાનના પિલ્લર બતાવવામાં આવ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે રામજન્મભૂમિ પર મંદિર ઈસા મસીહના જન્મના 57 વર્ષ પહેલા બન્યું હતું. હિન્દુઓની માન્યતા પ્રમાણે મુગલોએ આ મંદિરને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું કે,યુરોપના ઈતિહાસમાં તારીખનું મહત્વ છે, પરંતુ આપણા ઈતિહાસમાં ઘટનાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

આ અંગે જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે તારીખ નહીં ઘટનાના ઉલ્લેખ ને જ ઈતિહાસ કહ્યો છે.  જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, તમે  અમને લોકોની આસ્થા બતાવવા માટે એમ કહી રહ્યા છો તમે ખરેખરમાં તારીખ કે ઘટનાનો ઉલ્લેખની વાત કરી રહ્યા નથી ,રામજન્મભૂમિ ને બાબરી મસ્જિદના મામલે સુનાવણી વખતે રામલલાના વકીલ વૈદ્યનાથે જણાવ્યું હતુ કે , સરયૂ નદીના કિનારે મોટા પ્રમાણમાં ઈમારતો બની હતી. તેમાં સ્વર્ગ દ્વાર હતો જે  ઔરંગઝેબે તોડ્યો હતો  તેનો પણ ઉલ્લેખ છે.

આ અંગે જસ્ટિસ ભૂષણે કહ્યું કે, જોસેફ ટાઈફેંથલરના સંદર્ભમાં 5 ઈંચના પારણાનો પણ ઉલ્લેખ છે, તમને શું લાગે છે કે તે કોર્ટયાર્ડની અંદર છે કે બહાર? જેના જવાબમાં વકીલે તે અંદર હોવાનું જણાવ્યું હતું.

જસ્ટિસ બોબડેનો સવાલ- બાબરી મસ્જિદ તરીકે ઓળખવાનું ક્યારથી શરૂ થયું?

વકીલનો જવાબ-19મી સદીમાં પરંતુ તેના પહેલાની કોઈ સાબિતી નથી

જસ્ટિસ બોબડેનો સવાલ –તમારા પાસે એવો કી આધાર છે કે જેમાં બાબરે જ આ મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હોય. અથવા તેના આદેશથી જ મંદિરને તોડી પડાયું હતું

વકીલનો જવાબ-  આ  મંદિર કોણે તોડ્યું તે માટે ઘણા બધા તથ્યો છે,પણ એ વાત ચોક્કસ છે કે 1786 પહેલા જ આ મંદિરને તોડવામાં આવ્યુ હતું.

આમ આજે છઠ્ઠે દિવસે પમ નેક પ્રકારની દલીલો સુનાવણી દરમિયાન શરુ થઈ હતી ત્યારે હજુ આ વિવાદ તો યથાવત રહ્યો છે

Exit mobile version