Site icon hindi.revoi.in

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોક બાદ મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને માફી માંગી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવી દિલ્હી : અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એ વાત પર ચર્ચા ચાલી રહી હતી કે શું કેન્દ્રીય ગુંબજમાં હિંદુ પૂજા કરતા રહ્યા અથવા નહીં, ત્યારે જસ્ટિસ અશોક ભૂષણે એક સાક્ષી રામસૂરત તિવારીના નિવેદનને ટાંક્યું હતું.

આ નિવેદન પ્રમાણે, તેઓ 12 વર્ષની વયે પોતાના પિતાની સાથે (1953થી) અયોધ્યા જતા રહ્યા છે. તેમણે 1949 સુધી ગર્ભગૃહની અંદર મૂર્તિ અને તસવીર જોયા હતા.

જસ્ટિસ ભૂષણનું કહેવુ છે કે તેવામાં તમારે એ કહેવાનું છે કે કેન્દ્રીય ગુંબજમાં હિંદુઓ તરફથી પૂજાની દલીલના ટેકામાં કોઈ નક્કર પુરાવા નથી, તે ઠીક નહીં હોય.

આના સંદર્ભે રાજીવ ધવને કહ્યુ છે કે આ કોઈ વિશ્વસનીય નિવેદન નથી. કોર્ટે કહ્યું કે ક્યાં પુરાવાને કેવી રીતે લેવામાં આવે, તેને કોર્ટ પર છોડી દો. આના સંદર્ભે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને જસ્ટિસ ભૂષણને કહ્યુ કે તમારો લહેજો મને આક્રમક લાગ્યો અને તે સમયે હું ડરી ગયો હતો.

આના સંદર્ભે રામલલાની તરફથી રજૂ થયેલા સિનિયર એડવોકેટ સી. એસ. વૈદ્યનાથને રાજીવ ધવનને ટોક્યા અને કહ્યુ કે તેમણે ખંડપીઠને લઈને આવી ટીપ્પણી કરવી જોઈએ નહીં. જસ્ટિસ ચંદ્રચૂડે વચ્ચે ટોકતા કહ્યુ કે ખંડપીઠ તરફથી સવાલ એટલા માટે પુછવામાં આવે છે કે જેથી સ્પષ્ટતા રહે અને અમે તમારી દલીલને સારી રીતે સમજી શકીએ. તેના પછી રાજીવ ધવને ખંડપીઠની માફી માંગી લીધી હતી.

Exit mobile version