Site icon hindi.revoi.in

ચીન સીમા પાસે ભારતીય સૈન્ય માટે એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનશે – મંત્રાલય એ જમીન શોધણીના આદેશ આપ્યા

Social Share

 

ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે સેન્યની તૈનાતી વધારવામાં આવી રહી છે, હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલી 240 કિલો મીટર જેટલી  સરહદ પર ચીની સેનાની ગતિવિધિઓને જોતા હવે લાહૌલ સ્પીતિ જીલ્લામાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવનાર છે.

રક્ષામંત્રાલય દ્વારા હિમાચલ પ્રદેશ સરકારે જમીન શોધણી બાબતે આદેશ આપ્યા છે, જમીન નક્કી થયા બાદ રક્ષામંત્રાલય દ્વારા તેનું નિરિક્ષણ કરવામાં આવશે, કહેવામાં આવી રહ્યું છે કે, સામાન્ય સમયમાં નાગરિક ઉડ્ડયન સેના તેનો યુદ્ધ જેવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકશે.

આ સમગ્ર બાબતે સંજય કૂંડએ ખાતરી આપતા જણાવ્યું કે, મંત્રાલયએ સ્પીતિમાં આ યોજના માટે જમીન શોધણીનું કાર્ય સોંપી દીધુ છે, લદ્દાખના ગલવાનમાં ચીન સાથે ભારતીય સેનાના ઘર્ષણ થયા બાદ ચીની વાયુસેનાએ લાહૌલ-સ્પીતિના સમડોની અંદર આઠ કિલોમીટર ઉડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ હિમાચલના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે ડીજીપી સંજય કુંડુને આ દુર્ગમ વિસ્તારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં પોલીસ અધિકારીઓની એક ટીમ મોકલવા જણાવ્યું હતું.

આ સમગ્ર કાર્ય માટે 6 આઈપીએસની જુદી જુદી ટીમ સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. જેમણે સ્થાનિક લોકો, ગુપ્ત એજન્સિઓ અને જીલ્લા વહીવટતંત્ર પાસે સમગ્ર માહિતી પ્રાપ્ત કરીને એક રિપોર્ટ રાજ્યપાલને રાજભવન મોકલ્યો હતો, આ સમગ્ર રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એડવાન્સ પોસ્ટ વિસ્તારમાં કોઈ પણ મુસીબતની સ્થિતિમાં સેનાને લેન્ડ કરવા માટે કોઈ ચોક્કસ જગ્યા નહોતી આ સાથે જ સ્થાનિક માટે પણ આ અંગે કોઈ પ્રકારની વયવસ્થા નહોતી તેઓ  સેવાઓ સાથે વંચિત હતા.

આ રજૂઆત બાદ રાજ્યપાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને બે પત્રો લખ્યા હતા અને આ સીમા ક્ષેત્રમાં મોટા પાયે માળખાગત સુવિધા બનાવવાની ભલામણ સહિત 12 જુદા જુદા મુદ્દાઓ પર કામ કરવા અંગે માહિતી આપી હતી. તેમની ભલામણો સ્વીકારતા સંરક્ષણ પ્રધાને આ વિસ્તારોમાં રસ્તા, મોબાઇલ નેટવર્ક અને સૈન્ય તાકાત વધારવા  અંગેના આદેશઓ આપ્યા જેવા છે.

વધુમાં આ બાબતે જાણવા મળતી માહિતી પ્રમાણે, એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે જમીન શોધવા અંગે કહ્યું હતું, જમીન મળ્યા બાદ સેના માટે હેલિપેડ તૈયાર કરવામાં આવશે, આ સુવિધા વિકસવાની સાથે જ અહી સુરક્ષા વધશે,

સાહીન-

Exit mobile version