Site icon hindi.revoi.in

પાકિસ્તાની યૂઝર્સને અદનાન સામીનો જવાબ-“કાશ્મીરના મુદ્દે તમારું નાકના ઘૂસેડો”

Social Share

સ્વતંત્રતાના દિવસથી જ કેટલાક પાકિસ્તાની ટ્રોલરો ટ્વિટર પર ભારતના મશહુર સિંગર અદનાન સામીને નિશાન બનાવી રહ્યા છે. તેમના દ્વારા તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા એક વ્યક્તિએ તેને તેના પિતાના જન્મ વિશે સવાલ કર્યો હતા, આવા સવાલો પૂછીને સતત અદનાનને ટ્રોલ કરવામાં આવે છે,પરંતુ સિંગર અદનાન તેમના સવાલોનો મસ્ત જવાબ આપી લોકોની બોલતી બંધ કરે છે.

ત્યારે શનિવારે ફરી એકવાર પાકિસ્તાની ટ્રોલરે અદનાનને ટ્વીટ કર્યું હતું કે તેણે બનાવટી એકાઉન્ટ બનાવ્યું છે અને પછી દેખાવો કર્યો છે કે તે રિયલ અકાઉન્ટ છે, વાહ અદનાન સામી, શું તમે ખરેખર પાકિસ્તાનને નફરત કરો છો? ત્યારે આ ટ્વીટનો વળતો જવાબ આપતાં સિંગર અદનાને લખ્યું- “ના મે કોઈ ફેક અકાઉન્ટ બનાવ્યું છે કે ના મે કોઈને રોસ્ટ કરી રહ્યો છું,હું તેવા વ્યક્તિઓમાં નથી,દેખાવો તો તમારી આર્મી કરે છે ”

આ પહેલા ગુરુવારના રોજ  એક પાકિસ્તાની વ્યક્તિએ તેમના પિતાના જન્મ વિશે સવાલ ઉઠાવ્યા હતા, જેના પર અદનાન સામીએ કડક શબ્દોમાં જવાબ આપતા તે ટ્રોલરની બોલતી બંધ કરી દીધી હતી, ટ્રોલરે ટ્વિટર પર અદનાનને પૂછ્યું હતું- ‘તમારા પિતાનો જન્મ ક્યાં થયો અને તેઓ ક્યાં મૃત્યૂ પામ્યા ?’ અદનાને ટ્રોલરને જવાબ આપ્યો અને લખ્યું- ‘મારા પિતાનો જન્મ 1942 માં ભારતમાં થયો હતો અને 2009 માં તે ભારતમાં અવસાન પામ્યા હતા ,આના થી વિશેષ કઈ પણ જાણવા માંગો છો ?

 અદનાન સામીએ સ્વતંત્રતા દિવસે પુરા ભારતને ટ્વિટર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ટ્વિટર યૂઝર્સે તેને આ પોસ્ટ વિશે આ પ્રશ્ન પૂછ્યો હતો, આ ટ્વીટ સિવાય અદનાનને પણ લોકોએ કાશ્મીર મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની માંગણી કરી હતી. તેના જવાબમાં અદનાન સામીએ ટ્વિટ કર્યું હતું કે “કાશ્મીર હંમેશા ભારતનો હીસ્સો રહ્યો છે. જેથી તમે લોકો આ બાબતોમાં તમારી નાક વચ્ચેના ધુસાડો કે જેનાથી તમને કંઈ જ લેવાદેવા નથી” અદનાન સામીના આ જવાબથી લોકો ખુબ પ્રભાવીત રીતે પ્રસન્ન થયા છે અને તેના જવાબની ખૂબ તારીફ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારત-પાક વિભાજન પછી અદનાનનો પરિવાર પાકિસ્તાન ચાલ્યો ગયો હતો,આ સિંગરનો જન્મ બ્રિટનમાં થયો હતો,પરંતુ તેણે ન તો યુકેની નાગરિકતા લીધી ન તો પાકિસ્તાન. તેણે ખૂબ જ નાની ઉંમરે કેનેડિયન નાગરિકત્વ લઈ લીધું હતું અને જ્યારે તે ભારત આવ્યો ત્યારે તે અહીં એટલો સ્થાયી થયો કે તેણે 2016 માં ભારતનું નાગરિકત્વ લઈ લીધું હતું, અદનાનના ગીતો કભી તો નજર મિલાઓ અને મુજકો બી તૂં  લિફ્ટ કારા દેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે સતત અનેક હિટ આલ્બમ્સ આપ્યા છે અને ભારતના લોકોના દિલ જીતી લીધા છે તો ફરી એક વાર પાકિસ્તાની યૂઝર્સને મૂહતોડ જવાબ આપીને અદનાન લોકોના દિલમાં વસી ગયા છે.

Exit mobile version