Site icon hindi.revoi.in

આદિત્ય બિરલા પેમેન્ટ બેંક બંધ થવા જઈ રહી છેઃ ગ્રાહકોના રુપિયા પરત કરાશે

Social Share

હાલના અને આવનાર સમયમાં પેમેન્ટ બેંકોનું પ્રદર્નશ ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વોડાફોનની એમ પૈસા બાદ હવે આદિત્ય બિરલા પેમેન્ટ બેંક પણ બંધ થવા જઈ રહી છે. છેલ્લા 18 મહિના જુની આ બેંકના કેટલાક કર્મચારીઓ ને  આદિત્ય બિરલા ગૃપની બીજી કંપનીમાં ટ્રાસંફ કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક કર્મચારીઓને તો નોકરી છાડવોનું પણ કહેવામાં આવ્યું છે.

આ બેંક આઈડિયા સેલ્યુલર અને આદિત્ય બિરલા નૂવોના જોઈન્ટ વેંચરના માધ્યમથી  શરુ કરવામાં આવી હતી. આ બેંક બંધથાતાની સાથે એક સવાલ ઉભો થાય છે કે  બેંકના ગ્રાહકોના પૈસાનું શું થશે અને  કઈ રીતે ઉપાડવા ત્યારે  આ બેંકે આના જવાબનો ખુલાસો આપ્યો હતો.બેંકે જવાબ આપતા કહ્યું હતુ કે ગ્રાહકોના જમા કરાવેલા પૈસા પરત કરવામાં  આવશે આ માટે બેંકે બધી તૈયારીઓ કરી રાખી છે ત્યારે આ જાણકારી બેંકે ગ્રાહકોના નંબર પર મેસેજ કરીને આપી હતી.આદિત્ય બિરલા પેમેન્ટ બેંક ખાસ રૂપે આરબીઆઈ દ્વારા નિર્દેશિત કામ કરવાનું ચાલુ રાખશે, જેથી ગ્રાહકોને સક્ષમ કરવા માટે રકમ એકત્રિત કરી શકાય. આદિત્ય બિરલા પેમેન્ટ બેંક પાસે 20 કરોડ રૂપિયા છે.

Exit mobile version