સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ચુકી છે. રાજ્યસભામાં જે. પી. નડ્ડા ધન્યવાદ પ્રસ્તાવને રજૂ કર્યો છે. જ્યારે લોકસભામાં પ્રતાપ સારંગીએ આ પ્રસ્તાવને ચર્ચા માટે રજૂ કર્યો છે. તેના સિવાય લોકસભામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ રજૂ કર્યું છે. તો કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા આધાર સંશોધન બિલ અને વિશેષ આર્થિક ઝોન વિધેયક પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે હું મોદીજીને પુછવા ઈચ્છું છું કે જો કોંગ્રેસ સ્પેસ અને મિસાઈલ મિશન ચલાવત નહીં, તો શું આજે ચંદ્રયાનને અંતરીક્ષમાં મોકલવાની વાત વિચારી પણ શકાય તેમ હતી. દેશમાં ટેલિકોમ ક્રાંતિ લાવવાનું કામ કોંગ્રેસના શાસનમાં થયું છે અને જ્યારે ટેલિકોમની વાત આવે છે, તો રજીવ ગાંધીનું નામ આવે છે. જો રાજીવજી ન હોત, તો ભારત ટેલિકોમ ક્ષેત્રમાં આટલું મજબૂત થઈ શકત. ચૌધરીએ કહ્યુ છે કે હવે 5જીનો જમાનો આવવાનો છે અને દેશના લોકોને આ સુવિધા મળવી જોઈએ. મનરેગા, આરટીઆઈ, આરટીઈ, જમીન સંપાદન, ખાદ્ય સુરક્ષા લાગુ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે.
તેમણે કહ્યુ છે કે દેશમાં પરમાણુ રિસર્ચનો પાયો નહેરુના કાર્યકાળમાં હોમી ભાભા સાથે મળીને નાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે અમે પરમાણુ પરીક્ષણ માટે વાજપેયીજીના વખાણ કરીએ છીએ અને સડક પરિયોજના પણ તેમની જ દેણ હતી. જો તમે અમારા નેતાનું નામ નથી લેતા તો તમારી સરકારમાં અમારો વિશ્વાસ કેવી રીતે હશે. પહેલા પરમાણુ દેશ આપણને અછૂત સમજતા હતા. પરંતુ 2008માં અમે સંસદમાંથી ડીલને પાસ કરાવી હતી. પીએમ જ્યાં જાય તેમનું સમ્માન થાય, તેવું અમે પણ ઈચ્છીએ છીએ. દેશની મિસાઈલ સિસ્ટમ કોંગ્રેસે આપી તેના દમ પર આજે તમે પાકિસ્તાનને મિટાવવાની વાત કરો છો.
અધિર રંજન ચૌધરીએ કહ્યુ છે કે આ સરકારને શ્રેય લેવાની આદત છે અને તેના માટે તથ્યોમાં હેરફેર કરી શકે છે. તેમણે કહ્યુ છે કે હરિત ક્રાંતિથી લઈને નીલી ક્રાંતિનો નારો આજે આ સરકાર આપી રહી છે, પરંતુ આ બધી યોજનાઓ કોંગ્રેસના શાસનમાં લાવવામાં આવી હતી. તેમણે કહ્યુ છે કે ચૂંટણીમાં અમે ભલે અલગ-થલગ લડી રહ્યા હોઈએ. પરંતુ ચૂંટણી બાદ તમામ પક્ષ માત્ર દેશનો વિકાસ ચાહે છે. ચૌધરીએ કહ્યુ છે કે અમે મોદીની જીતથી ખુશ છીએ, પરંતુ તે માત્ર એક વ્યક્તિ છે. તેનાથી વધારે ખુશી ભારતની જીત અને તેના વિકાસથી થાય છે.
અધિર રંજન ચૌધરીએ કહ્યુ છે કે દેશમા જળ સંકટ છે અને બિહારમાં ચમકી તાવથી પરિસ્થિતિ ખરાબ થઈ ચુકી છે. પરંતુ તમને લોકોને કોઈ ફરક પડતો નથી. નવા સાંસદોને ભરોસો છે કે આપણે કંઈ કરવાન જરૂરત નથી, માત્ર મોદીબાબા પર ભરોસો છે કે તે પાર પાડશે. અધિર રંજન ચૌધરીએ કહ્યુ છે કે નવા સાંસદોએ વિચારી રાખ્યું છે કે મોદી બાબા પાર પાડશે અને તેમની પૂજાથી બધો ગુંચવાડો ઉકેલાઈ જશે. ચૌધરીએ કહ્યુ છે કે 2008—09માં આર્થિક મંદી છતાં પણ દેશની જીડીપી આઠ ટકાથી ઉપર રહી હતી.
તેમણે કહ્યુ છે કે વિવેકાનંદે શાંતિ અને વિશ્વ એકતાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ છે કે કોલસા અને ટૂજીમાં આજ સુધી કોઈને પકડીને રાખી શક્યા છો તમે લોકો. અત્યાર સુધીમાં છ વર્ષ થઈ ગયા તમારી સરકારને. ચૌધરીએ કહ્યુ છે કે આજ સુધી કેમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બહાર છે, કેમ તેમને જેલમાં નાખી દીધા નથી, અમે તો ઈચ્છીએ છીએ કે દેશનો કાયદો મજબૂત થાય અને દોષિતો પર કડક કાર્યવાહી થાય. કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે પીએમ મોદી મોટા સેલ્સમેન છે અને અમે અમારી પ્રોડક્ટ વેચવામાં નિષ્ફળ રહ્યા છીએ તથા ભાજપે પોતાનું સારું હોય અથવા ખરાબ પ્રોડક્ટ સારી રીતે વેચવામાં સફળ રહ્યું છે.
ધન્યવાદ પ્રસ્તાવ પર કોંગ્રેસ તરફથી અધિર રંજન ચૌધરીએ કહ્યુ છે કે રાષ્ટ્રપતિ અભિભાષણનું વિષયવસ્તુ સત્તાધારી દળ તરફથી તૈયાર કરવામાં આવ્યું હતું. સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિ અભિભાષણ સરકારની નીતિઓની ઝલક હોય છે અને મને આજે આના પર વિચાર રજૂ કરવાનો મોકો મળ્યો છે. ચૌધરીએ કહ્યુ છે કે વડાપ્રધાન માત્ર તમારા નહીં અમારા બધાના છે. કોંગ્રેસના સાંસદે કહ્યુ છે કે સ્વામી વિવેકાનંદની સાથે વડાપ્રધાનની સરખામણી કરવી ખોટું છે, કારણ કે માત્ર નામ નરેન્દ્ર હોવાથી સરખામણી કરી શકાય નહીં. તેમણે કહ્યુ છે કે માતા ગંગા અને ગંદી નાલીની તુલના થઈ શકે નહીં. આના સંદર્ભે ગૃહમાં હંગામો શરૂ થઈ ગયો અને બંને તરફના સાંસદ પોતપોતાની બેઠક પરથી ઉભા થઈ ગયા હતા.
હિના ગાવિતે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા કહ્યુ છે કે આ ચૂંટણીમાં મોટામોટા રાજકીય પંડિતો ખોટા સાબિત થયા છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષને પોતાની પરંપરાગત બેઠક છોડીને દેશના અન્ય હિસ્સામાંથી ચૂંટણી લડવી પડી છે. તેમની બેઠક પર તો અમારી મોટી દીદીએ તેમને હરાવી દીધા છે. ગાવિતે કહ્યું છે કે અમે શહેરી વિસ્તારમાં બેઠકો જીતી સાથે જ ઘણાં રાજ્યોમાં તમામ બેઠકો જીતવામાં સફળ રહ્યા છીએ. ગાવિતે કહ્યું છે કે મહિલા સાંસદોને ચૂંટવામાં પણ આ વખતે જનતા ઘણી આગળ રહી છે. ગેસ કનેક્શન આપવા માટે દેશભરની મહિલાઓ તરફથી વડાપ્રધાનનો આભાર માનવા ચાહું છું. તેમણે કહ્યુ છે કે ગામેગામ શૌચાલય બનાવીને પીએમ મોદીએ મહિલાના સમ્માની સુરક્ષા કકરવાનું કામ કર્યું છે.
લોકસભામાં હવે ધન્યવાદ પ્રસ્તાવના પક્ષમાં બોલતા ભાજપના નેતા સાંસદ હિના ગાવિતે ક્હ્યું છે કે દેશની જનતાએ મોદીને ચૂંટીને યોગ્ય નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ સંસદ અને બંધારણ પ્રત્યે પોતાની આસ્થા પહેલા જ વ્યક્ત કરી દીધી છે. તેમણે કહ્યુ છે કે દેશમાં 70 વર્ષ બાદ પણ કુપોષણ સમાપ્ત કરી શકાયું નથી, કારણ કે કોંગ્રેસે અત્યાર સુધી માત્ર ખોખલા વાયદા કર્યા હતા. સાંસદ હિના ગાવિતે કહ્યું છે કે નેતા એ નથી જે સારું ભાષણ આપે, નેતા તે જે ગરીબોને રાશન આપે. હિના ગાવિતે ક્હ્યું છે કે પીએમ મોદીએ આજે હિંમત આપી છે કે દેશ ઈમાનદાર માર્ગ પર ચાલી શકે છે.
લોકસભામાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સારંગીએ કહ્યુ હતુ કે આપણી સરકારે પાંચ વર્ષોમાં પોતાના દરેક કામનો હિસાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે અબકી બાર 300 પારનું સૂત્ર અમે નહીં દેશની જનતાએ લગાવ્યું અને તે સફળ થયું છે. દેશની જનતાએ મિલાવટને સ્વીકારી નથી અને સંપૂર્ણપણે પ્યોર સરકાર આપી છે. તેમણે કહ્યુ છે કે ભાજપ એકલાહાથે ત્રણસોને પાર પહોંચ્યું છે અને આ મોટી ઉપલબ્ધિ છે. સારંગીએ કહ્યુ છે કે મોદીના નેતૃત્વ પર દેશની જનતાએ ભરોસો કર્યો છે. આજે ચારે તરફ મોદીની લહેર ચાલી રહી છે અને પૂર્વોત્તરથી લઈને દક્ષિણ ભારતમાં પણ મોદી લહેર ચાલે છે. વિકાસ માટે જનતાએ મોદીને ચૂંટયા છે.
સારંગીએ કહ્યુ છે કે મોદી સાથે સવાસો કરોડ લોકોની હિંમત છે, ત્યારે તે ક્યારેય થાકતા નથી. જનભાગીદારી સાથે તેઓ સરકારને ચલાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે સમાજના દરેક વર્ગને વડાપ્રધાનને વોટ આપ્યા છે, ચૂંટણી પહેલા લોકોમાં ખોટો ડર પેદા કરવામાં આવ્યો, પરંતુ જનતાએ સમરતા માટે વોટ આપ્યા છે. સારંગીએ કહ્યુ છે કે ગરીબ આજે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને દેશની જનતાએ વંશવાદની રાજનીતિને નકારી દીધી છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસે આપણા પર ઉપકાર કર્યો છે, કારણ કે વિલન વગર હીરોનું મહત્વ ખબર પડત નહીં.
સારંગીએ કહ્યુ છે કે આગામી પાંચ વર્ષ જનતાની ભલાઈ માટે કામ કરીશું. તમે અમારો સાથ આપો, જો નહીં આપો તો ખબર છે કે જનતા શું કરશે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ વિપક્ષના નેતાનું પદ પ્રાપ્ત કરવાને લાયક બેઠકો પણ એકઠી કરી શકી નથી. તેમણે કહ્યુ છે કે મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનો જય જયકાર થવાનો છે. તેમણે કહ્યુ છે કે ભારતમાતાની જયનો વિરોધ થવો જોઈતો ન હતો. સારંગીએ કહ્યુ છે કે વિનમ્રતાપૂર્વક આ દેશની સંસ્કૃતિને સમજો, કારણ કે આપણે એક ભૂલ કરી હતી જેનાથી દેશનું વિભાજન થયું, પરંતુ આજે ટુકડેટુકડે ગેંગને દેશની જનતાએ કોઈપણ રીતે સહન કરી નથી.
લોકસભામાં સાંસદ સારંગીએ કહ્યુ છે કે આજે વિશ્વના પટલ પર ભારતનું માન વધ્યું છે. તેમણે કહ્યુ છે કે ઘણાં દેશોના પ્રતિષ્ઠિત સમ્માન આજે પીએમ મોદીને મળી રહ્યું છે. તેમણે ક્હ્યુ છે કે આજે ભારતના પાસપોર્ટનું મહત્વ વધી ગયું છે અને કહેવામાં પણ આ રહ્યું છે કે ભારતીય પર જો આંચ આવશે, તો મોદી સરાકરે તેને મુશ્કેલીમાંથી કાઢવાનું કામ કર્યું છે. સારંગીએ કહ્યુ છે કે પહેલાની સરકારોએ વિદેશમાં રહેતા ભારતીયોની મદદ કરવાથી હાથ ઉભા કરી દીધા હતા. પરંતુ આજે અમારી સરકાર 24 કલાક એક કરીને વિદેશમાં રહેતા ભારતીયોના કલ્યાણ માટે કામ કરી રહી છે. તેમણે ક્હ્યુ છે કે અમારી સરકાર દેશના લોકોની ભલાઈ માટે દરેક ક્ષણે લાગેલી છે.
કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે વિશેષ આર્થિક ઝોન સંશોધન વિધેયક લોકસભામાં રજૂ કર્યુ હતું. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પધાન કિશન રેડ્ડીએ ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ રજૂ કર્યું હતું. તો કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય વિધિઓ સંશોધન વિધેયક લોકસભાની અંદર રજૂ કર્યું છે. વિપક્ષી સાંસદ એન. કે. પ્રેમચંદ્રને કાયદા મંત્રાલયે આ બિલનો વિરોધ કર્યો અને તેને સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ ગણાવ્યો છે. પ્રેમચંદ્રને કહ્યુ છે કે આ બિલ મૂળભૂત અધિકારો વિરુદ્ધ છે. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ પણ આધારને દેશહિતમાં ગણાવાઈ ચુક્યું છે અને તેના કારણે કોઈપણ પ્રકારના ખાનગીપણાનું ઉલ્લંઘન થયું નથી. તેમણે કહ્યુ છે કે આજે 68 કરોડ લોકોને આધારથી સિમ કાર્ડ મળે છે અને બેંક ખાતા તેના દ્વારા ખોલાઈ રહ્યા છે. કેન્દ્રીય પ્રધાને લોકસભાથી આ બિલને રજૂ કરવાની અપીલ કરી, તેના પછી ધ્વનિમતથી આધાર બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
લોકસભામાં પ્રશ્નકાળ સમાપ્ત થઈ ચુક્યો છે. સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં જણાવ્યું છે કે તેમને ઘણાં મુદ્દાઓ પર સ્થગન પ્રસ્તાવની નોટિસ મળી છે. પરંતુ કોઈપણ પ્રસ્તાવની મંજૂરી કરવામાં આવી નથી. વિપક્ષના નેતાઓએ શિક્ષણ નીતિના વિષય પર ચર્ચાની માગણી કરી હતી, તેને સ્પીકરે નામંજૂર કરતા કહ્યુ હતુ કે તમે આના માટે અડધા કલાકની ચર્ચા માટે લખીને આપો, તો આ વિષય પર ચર્ચા કરાવી શકાય છે. ગૃહમાં હવે દસ્તાવેજ પટલ રાખવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે દિલ્હીમાં વધતા અપરાધની વધતી ઘટનાઓનો મુદ્દો રાજ્યસભાની અંદર ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દિલ્હીમાં એક વર્ષમાં બે હજારથી વધારે રેપ કેસ નોંધાયા છે. આના પર ભાજપના સાંસદ વિજય ગોયલે ઉભા થઈને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે સભાપતિ તરફથી તેમને બેસી જવાનું કહ્યું હતું. સંજય સિંહે દિલ્હીની પરિસ્થિતિ પર ગૃહ પ્રધાન પાસેથી એક બેઠક બોલાવવાની માગણી કરી, જેથી અપરાધ પર લગામ લગાવી શકે છે.
રાજ્યસભામાં મનોનીત સાંસદ રાકેશ સિંહાએ મુઝફ્ફરપુરમાં એમ્સના નિર્માણની અપીલ કરતા સરકારને આગ્રહ કર્યો છે કે તેના દ્વારા ઉત્તર બિહારની જનતાને ઘણો લાભ થશે. તેના પછી કોંગ્રેસ સાંસદ પી. એલ. પુનિયાએ યુપીમાં મેંથા ખેડૂતોની સમસ્યાને ઉઠાવતા કહ્યુ છે કે સરકારને ખેડૂતો માટે જરૂરી નીતિ બનાવવી જોઈએ. જેથી તેના કારોબારનું નુકસાન થઈ શકે નહીં. કોંગ્રેસના સાંસદ મોતીલાલ વોહરાએ કોર્ટમાં પેન્ડિંગ મામલાનો મુદ્દો ઉઠાવતા ક્હ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવે અને રિટાયરમેન્ટની વયમર્યાદા પણ વધારવામાં આવે. જેથી પેન્ડિંગ મામલામાં ઘટાડો કરી શકાય. કોંગ્રેસના સાંસદે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સૂચનો પર સરકાર સાથે વિચાર કરવાની અપીલ કરી છે.
રાજ્યસભામાં વિભિન્ન પક્ષોના સાંસદ જળ સંકટની સમસ્યાઓ ઉઠી રહી છે. સાંસદોએ દેશમાં પીવાના પાણીના જળ સંકટ તરફથી સરકારનું ધ્યાન અપાવ્યું છે. સભાપતિએ કહ્યુ છે કે આ સમસ્યા આખી દુનિયામાં વધી રહી છે અને આના પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. તેમણે સાંસદોએ કહ્યુ છે કે તમે એના પર એક નોટિસ આપો અને હું તેને સ્વીકાર કરવાના પક્ષમાં છું, જેથી આ ગંભીર મુદ્દાને ગૃહની અંદર ચર્ચા કરાવી શકાય. સાંસદોએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં જળ સંકટનો મુદ્દો ઉઠાવ્યો છે.
લોકસભામાં ડીએમકેના સાંસદ ટીઆર બાલુએ તમિલનાડુમાં જળ સંકટને લઈને ચર્ચા માટે નોટિસ આપી છે. તો રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજધાની દિલ્હીમાં વધતા અપરાધ પર શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે. આરજેડીના સાંસદ મનોજ ઝાએ રાજ્યસભામાં મુઝફ્ફરપુરમાં ચમકી તાવથી બાળકોના મોત પર ધ્યાનાકર્ષણ પ્રસ્તાવની નોટિસ આપી છે.