Site icon hindi.revoi.in

દેશના બીજા નંબરના વ્યસ્ત મુંબઈ એરપોર્ટની કમાન અદાણી ગૃપના હાથમાં – 74 ટકા ભાગીદારી ખરીદી

Social Share

અદાણી ગ્રુપ એ મુંબઇ એરપોર્ટમાં 74 ટકાની ભાગીદારી ખરીદી છે, આ સમગ્ર બાબતે અદાણી ગૃપ એ જણાવ્યું કે,મુંબઈ એરપોર્ટમાં ભાગીદારી માટેનો કરાર થઈ ચૂક્યો છે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગૃપનું લક્ષ્ય આ એરપોર્ટને દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બનાવવાનું છે. મુંબઈ એરપોર્ટ એ દેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પર જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના આ ગૃપ એ સોમવારે જણાવ્યું હતું કે જીવીકે જૂથમાં હિસ્સો ખરીદવા અને મુંબઈ એરપોર્ટ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે કરાર થયો છે.

આ સંદર્ભે અદાણી એન્ટરપ્રાઈઝ એ શેરમાર્કેટમાં મોકલેલી યાદીમાં કહ્યું છે કે, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ એ જીવીકે એરપોર્ટ ડેવલપર્સની લોન અધિગ્રહણ માટે કરાર કર્યો છે, આ લોન ઈક્વિટીમાં બદલવામાં આવશે, બન્ને કંપનીઓ એ આ કરારના નાણકીય પક્ષમો ખુલાસો આપ્યો નથી,

માહિતીમાં જણાવાયું છે કે અદાણી ગ્રૂપ માયલમાં એરપોર્ટ્સ કંપની ઓફ સાઉથ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટમાં 23.5 ટકાની ભઆગીદારી માટેના અધિગ્રહણ માટે પણ પગલું ભઙરશે, આ માટે તેને ભારતના સ્પર્ધા પંચ સીસીઆઈની મંજૂરી પણ મળી ચૂકી છે.આ સોદો પૂરો થયા બાદ જીવીકેમાં 50-50 ટકાની ભઆગીદારી સાથે મુંબઇ એરપોર્ટ પર અદાણી ગ્રુપનો હિસ્સો સાથે% 74 ટકા થશે.

બંદરગાહ ક્ષેત્રમાં પણ મજબૂત પકડ બનાવ્યા બાદ અદાણી ગૃપ એરપોર્ટ પર સોદો કરી રહી છે, આ ગૃપ એ હાલમાં જ છ એરપોર્ટ ચલાવવાના કરાર પ્રાપ્ત ક્રાય છે. જેમાં લખનઉ, જયપુર, ગુવાહાટી, અમદાવાદ, તિરુવનંતપુરમ અને બેંગ્લોરનો સમાવેશ થાય છે.

સાહીન-

 

 

Exit mobile version