Site icon Revoi.in

એક્ટ્રસ વિદ્યા બાલનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘શેરની’ 18 મી જૂને OTT પર થશે રિલીઝઃ જાણો શું કહ્યું એક્ટ્રેસે પોતાના કામને લઈને

Social Share

મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી જોવા મળે છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ શેરની પણ 18મી જૂનના રોજ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તેની આ અપકમિંગને લઈને ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે.વિદ્યા બાદલ તેની દરેક ફિલ્મોમાં શાનદાર એક્ટિંગને લઈને જાણીતી છે.

એક્ટ્રેસ વિદ્યા બાલન તેની દરેક ફિલ્મમાં તેના રોલને દિલથી પ્લે કરતી જોવા મળે છે, તે તેના રોલને સંપૂર્ણ ન્યાન આપવા માટે પણ જાણીતી છે, તાજેતરમાં જ તેણે એક મીડિયાને આપેલા ઈન્ટર્વ્યૂ  તેના વિશેની કેટલીક ખાસ વાતો શેર કરી હતી, તેણે તેના જીવનને લઈને કહ્યું કે, હું ક્યારેય મારા રસ્તામાં કોઈ અડચણ નહી ઉત્પન્ન થવા દવ. એક એક્ટર તરીકે આ વાત મને ખાસ સમજાય છે.

વિદ્યા બાલને વધુમાં જણાવ્યું હતું કે‘જો કોઈ મને કહે કે એક્ટર તરીકે હું ખૂબ નાની છું, ખૂબ મોટી છું, ખૂબ જ બોલ્ડ છું અથવા બેશર્મ છું અથવા ખૂબ સમજદાર છું અથવા જે કઆ બાજુ કહે તો હું બીજાના કહેવા પર બદલવાના પ્રયત્નો નહી કરું, હું મારી રીતે મારી જાતે મારા રસ્તાઓ પર ચાલું છું

વિદ્યા કહે છે, હું કામને લઈને ખૂબ જ ઝનુની છુ, હું માત્ર મારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ઝુનુન રાખું છેું, હું મારામાં કોી પરિવર્તન લાવવા ઈચ્છતી નથી, હું મારી મરજીથી રોલ પસંદ કરીને આગળ વધું છંુ

16 વર્ષની ઉંમરે  આ એક્ટ્રેસે ટીવી સીરિયલ ‘હમ પાંચ’ થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો  ત્યાર બાદ વર્ષ 2005 માં ફિલ્મ ‘પરિણીતા’ થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ તેણે ‘ધ ડર્ટી પિક્ચર’ ‘પા’ , ‘કહાની’,‘મિશન મંગલ’જેવી સફળ ફિલ્મો આપી છે.ત્યારે હવે શેરની ફિલ્મમાં પણ વિદ્યાનો એક અલગ અવતાર જોવા મળશે.