Site icon hindi.revoi.in

નિષ્ફળતા બની એક્ટ્રેસની આત્મહત્યાનું કારણઃ શા માટે લગાવી પર્લે મોતની છલાંગ?

Social Share

મુંબઇના પોષ એરિયા ઓશિવરા લોખંડવાલામાં વિતેલી રાત્રે એક એક્ટ્રેસે આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે, આ એક્ટ્રેસે પોતાના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કુદકો મારીને આત્મહત્યા કરી લીધી છે,આ એક્ટ્રેસનું નામ પર્લ પંજાબી છે,જેની ઉમંર 22 થી 25 વર્ષ વચ્ચે છે.

પર્લ પંજાબીએ થોડા સમય પહેલા જ ફિલ્મી દુનિયામાં પગલું માંડ્યુ હતુ, તે એક મોડલ છે, પર્લને ફિલ્મી દુનિયાથી ખુબ જ લગાવ છે,તે ધણા સમયથી ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવવાના પ્રયત્નો કરતી હતી,પરંતુ તેને તેમાં કામયાબી નહોતી મળી અને છેવટે તેની નાકામિયાબી તેના મોતનું કારણ બની છે.તે ઉપરાંત તે વાત પણ જાણવા મળી છે કે,પર્લ પંજાબી તે સમયે કોઈ સામાન્ય જગ્યાએ નોકરી કરી રહી હતી,તેની માતા સાથે તેની અનબન રહેતી હતી. ત્યારે આ  પહેલા પણ તે આત્મહત્યાનો પ્રયત્ન કરી ચુકી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પર્લની માનસિક સ્થિતી પણ સારી નહોતી,જેના કારણે તે જ્યારે પણ ગુસ્સામાં રહેતી હતી ત્યારે પોતાની જાત પર કાબુ નહોતી મેળવી શકતી,તેણે  પહેલા પણ બે વાર આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા હતા,પરંતુ ત્યારે તેને બચાવી લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ વિતેલી રાત્રે અંદાજે સાડા 12 વાગ્યાની આસપાસ ઘરમાં કોઈ વાતને લઈને ઝધડો થયો હતો,તે વાતથી પર્લેને લાગી આવતા આવેષમાં આવીને પોતાની બિલ્ડિંગના ટેરેસ પરથી તેણે કુદકો મારી લીધો હતો, જેમાં તેનુ મોત નિપજ્યું હતુ.સામાન્ય રીતે આ ટેરેસનો દરવાજો બંધ રહેતો હોય છે,પરંતુ ગઈકાલે રાતે બિલ્ડિંગના સિક્યોરિટીએ કોઈ કારણસર ટેરેસનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો, થોડીવાર પછી સિક્યોરીટીએ આવીને જોયુ તો પર્લ જખ્મી હાલતમાં જમીન પર પડેલી જોવા મળી હતી, ત્યારે પર્લને તાત્કાલીક કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી ,સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું.

Exit mobile version