Site icon hindi.revoi.in

જીમ વગર ઘરે જ રહીને કસરત કરી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ વેઈટ લોસ કર્યો – જુઓ, અભિનેત્રીનું શાનદાર ટ્રાંસફોર્મેશન

Social Share

મુંબઈઃ-બોલીવુડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાક્ષી ઘણીવાર તેના ફોટોઝ  સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જો કે હાલ તે તેના નવા ફોટોઝને લઈને  ઘણી ચર્ચામાં આવી રહી છે. તેણે જે ફોટોઝ શેર કર્યા છે તેમાં તે ખૂબ જ સ્લિમ અને ફીટ લાગી રહી છે અને લોકો તેના વેઇટ ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરી રહ્યા છે. સોનાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

એક તરફ લોકડાઉનમાં ઘરે બેસીને લોકોનું વજન વધી રહ્યું છે, ત્યારે સોનાક્ષીએ વજન ઘટાડીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. સોનાક્ષીના તાજેતરના ફોટોઝછી સ્પષ્ટ થાય છે કે તે ઘરે રહીને પોતાની ફિટનેસ પર ખૂબ મહેનત કરી રહી છે.

સોનાક્ષી સિંહાએ તેના ફોટા શેર કરતાં લખ્યું કે, ‘જ્યારે તમારા માટે #WFHનો મતલબ વર્ક આઉટ ફ્રોમ હોમ. આ પોસ્ટમાં સોનાક્ષીએ તેના બે ફોટો શેર કર્યા છે. એક તસવીરમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે જ્યારે બીજા ફોટામાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે જીમ બંધ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, દરેકની કસરતની નિયમિતતાને ભારે અસર થઈ રહી છે, જ્યારે સોનાક્ષીએ ઘરે કસરત કરીને લોકોને એક ઉદાહરણ પુરુ પાડ્યું છે કે વજન ઓછું કરવું એટલું પણ મુશ્કેલ નથી. આ તસવીરોમાં તે પહેલા કરતા વધુ ફિટ અને ગ્લેમરસ લાગી રહી છે.

જો કે આ પહેલા પણ સોવનાકર્ષીએ દબંગ ફિલ્મ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. તે જ સમયે,  કલંક ફિલ્મ દરમિયાન, તેણે ફરીથી વજન ઓછું કર્યુ હતુ, હવે તે પહેલા કરતાં વધુ ફીટ લાગી રહી છે. જો કે સોનાક્ષી આ પહેલ તેના વજનને લઈને ટ્રોલ થઈ રહી હતી જો કે, તેણે લોકોને આ બાબતે જવાબ આપવાનું જરુરી નહોતું સમજ્યું ,તેણે માત્ર એટલું જ કહ્યું કે મારુ ઉદ્શેય આ બધાથી અલગ છે.

સાહિન-

Exit mobile version