- રાજ કુંદ્રા વિવાદમાં શિલ્પાનું પણ નામ
- મોડેલ સાગરિકાએ કર્યો દાવો
- શિલ્પા રાજની કંપનીની ડાયરેક્ટર હતી
મુંબઈઃ તાજેતરમાં બિઝનેસ મેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયેલ છે. જેને લઈને હવે મોડેલ સાગરિકાએ આ કેસમાં તે શિલ્પા શેટ્ટીના રોલ સવાલ ઉઠાવ્યા છે. સાગરિકાનું આ બબાતે કહેવું છે કે શિલ્પા શેટ્ટીનું નામ પણ કંપનીના ડિરેક્ટરમાં છે. તેને આ અંગેની ખબર હોવી જોઈએ, સાગરિકાએ આ પહેલા એક વીડિયો દ્વારા આરોપ લગાવ્યો છે કે તેને એક વેબ સિરીઝ માટે વોટ્સએપ વીડિયો પર ન્યૂડ ઓડિશન માટે કહેવામાં આવ્યું હતું.
આ સમગ્ર બાબતે મોડેલ સાગરિકાએ હવે દાવો કર્યો છે, તેમે ઉમેશ કામત દ્વારા ઓડિશન માટે કહેવામાં આવ્યું હતું. આ કેસમાં ઉમેશની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં સાગરિકાએ જણાવ્યું હતું કે રાજ કુંદ્રા પણ ઉમેશ સાથે ફોન પર હતો. સાગરિકાએ એમ પણ કહ્યું કે તેઓ ખૂબ જ અભદ્ર રૂપે વાત કરતા હતા . જોકે રાજ કુંદ્રાનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો, જો કે છત્તા સાગરીકાએ તેની ઓળખ કરી લીધી હતી.
સાગરિકાએ દાવો કર્યો હતો કે શિલ્પા શેટ્ટીનું નામ પણ કંપનીના ડિરેક્ટર અને ભાગીદારોમાં સમાવેશ છે. તો આવું કઈ રીતે શક્ય બની શકે કે, કે તેમની કંપનીમાં શુ ચાલતું હોય તેની જાણ ડિરેક્ટરને ન હોય. તેમણે કહ્યું કે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થવી જોઈએ, તે રાજના પોર્ન રેકેટ વિશે જાણતી જ હશે