Site icon hindi.revoi.in

અભિનેત્રી રવિના ટંડને કોરોનાના દર્દીઓ માટે  ઓક્સિજન સિલિન્ડરની કરી મદદ-સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

Social Share

મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ખથળતી જોવા મળી રહી છે, દિવસેને દિવસે વધતા કેસ વચ્ચે અનેક તબીબી ઇપકરણોની અછત વર્તાઈ રહી છે, ત્યારે દેશની મદદ કરવા વિદેશથી અનેક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, તો દેશમાં વસતા બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાના દર્દીઓની સ્વતંત્રથી લઈને એનજીઓ સાથે મળીને મદદ કરી રહ્યા છએ, ત્યારે હવે અભિનેત્રી રવિના ટંડન પણ લોકોની મદદે આવી છે.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રવિના ટંડને પોતાના એક ફાઉન્ડેશનને ઓક્સિજન સિલિન્ડર દાનમાં આપ્યા છે, આ સમગ્ર બાબતને લઈને પોતાના ઇન્સ્ટાગ્રામ  અકાઇન્ટ પર ફઓટો શેર કરીને જાણ કરી છે,તેમના આ સરહાનીય કાર્યની ખૂબ પ્રસંશાઓ થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે આ સંકટના સમયમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ મદદે આવી રહ્યા છે.

થોડા સમ/ પહેલા જ રવિના ટંડને એક પોસ્ટ શેર કરી હતી, તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચંદ્રમાને ફોટો શેર પોતાના ચાહકોને સકારાત્મક રહેવાની અપીલ કરી હતી, અને સુરક્ષિત રહેવા જણાવ્યું હતું.તેમણે આ ફોટો શરે કરતા ખૂબજ સરસ કેપ્શન પણ લખ્યું હતું,. કે જેનમ ચંદ્રમાં રાત બાદ પ્રકાશ ફેલાવે છે તેજ રીતે બીજો દિવસ બધુ ઠીક થશે, આ રીતે તેમણે લોકોને સકારાત્મક વિચાર પુરા પાડ્યા હતા

અભિનેત્રી રવિના ખૂબ જ જલ્દી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’ માં ટૂંક સમયમાંચમકશે . આ ફિલ્મમાં તે દક્ષિણના સુપરસ્ટાર યશ સાથે મેર રોલ પ્લે કરતી નજરે પડશે, 16 જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

 

Exit mobile version