Site icon hindi.revoi.in

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી, ટ્વિટ કરીને લખ્યું , ‘મારુ દિલ તૂટી ગયું’

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, દેશમાં સતત કેસ વધતા જોવા મળી રહ્યા છે, આ સમગ્ર બાબતે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોરચાએ ચિંતા વ્યક્ત કરી છે, તે દેશની સ્થિતિને લઈને ખૂબ જ દુખી થઈ રહી છે,તેણે કોરોનાને લઈને એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ વાયરલ  થઈ રહ્યું છે, આ ટ્વિટને જોઈને એમ કહી શકાય કે તે ભલે હાલ દેશથી દૂર છે પરંતુ દેશની સ્થિતિ પર તે ત્યા બેસીને પણ નજર રાખી રહી છે.

પ્રિયંકાએ કરેલા ટ્વિટમાં તેણે લખ્યું છે કે, “મારું દિલ તૂટી ગયું, ભારત કોરોના વાયરસથી પીડિત છે અને અમેરિકાએ જરુરતથી વધુ 550M ડોઝનો આર્ડર આપ્યો છે,એસ્ટ્રાજેનેકાને વિશ્વભરમાં વિતરણ કરવા માટે તમને ધન્યવાદ, પરંતુ હાલ મારા દેશની સ્થિતિ ગંભીર છે, શું તમે ભારતને તાત્કાલિક વેક્સિન ઉપલબ્ધ કરાવશો? પ્રિયંકા ચોપરાના આ ટ્વિટ પર યૂઝર્સ મોટે ભાગે ,સકારાત્મક પ્રતિકિરયા આપી રહ્યા છએ, અનેક લોકો દેશી ગર્લની આ વાતને સમર્થન આપી રહ્યા છે”

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ સતત વધતા જ જઈ રહ્યા છએ ત્યારે આવી સ્થિતિ વચચે વેક્સિનની વધુ જરુરીયાત ભારત દેશને છે, આવી સ્થિતિમાં પ્રિયંકાનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

સાહિન-

 

Exit mobile version