Site icon hindi.revoi.in

સાઉથની જાણીતી એક્ટ્રેસ પ્રણિતા સુભાષે કર્યા લગ્ન- સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકો પાસે માફી માંગી 

Social Share

મુંબઈઃ- કોરોનાકાળમાં પણ બોલિવૂડના અનેક લોકો લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે આ શ્રેણીમાં વધુ એક નામ જોડાયું છે, સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી, પ્રણીતા સુભાષ લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે, અભિનેત્રીએ આ માહિતી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. પ્રણિતા સુભાષે બિઝનેસમેન નીતિન રાજુ સાથે લગ્ન કર્યા છે. 30 મેના રોજ કેટલાક પરિવારના સભ્યો અને કાસ મિત્રો વચ્ચે બંનેએ લગ્નના સાત ફેરા લીધા હતા.

પ્રણિતા અને નીતિનનાં લગ્ન બેંગલુરુમાં એક નાના સમારોહમાં થયા છે,જો કે આ બન્ને તેમના લગ્ન ઘુમઘામથી તકરવા ઈચ્છતા હતા પરંતુ કોરોના મહામારીને કારણે સાદાઈથી લગ્ન કરવા પડ્યા હતા, પ્રણિતા અને નીતિનની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે અભિનેત્રીએ તેમના લગ્ન બાબતે પહેલા તેમના ફએન્સને જાણકારી ન આપવા બદલ માફી માંગી લીધી છે.

પ્રણિતા સુભાષ અને નીતિન રાજુના લગ્નના ફોટો ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.પ્રણિતા દુલ્હનના લૂકમાં ખૂબ જ સુંદરજોવા મળી હતી. લગ્ન પછી, પ્રણિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું કે, ‘અમે 30 મેના રોજ લગ્ન કર્યાં છે ,આ વાત જણાવી અમને ખૂબ આનંદ થાય છે. અમે દિલગીર છે કે અમે તમને અમારા લગ્નની તારીખ ન જણાવી શક્યા,કારણ કે અંત સુધી અમને લગ્નની તારીખ વિશે ખાતરી નહોતી.

પ્રણિતાએ વધુમાં લખ્યું છે કે, ‘કોરોના મહામારીને લીધે પરિસ્થિતિ જોતાં સમજાઈ રહ્યું  નહોતું કે લગ્ન હવે થશે કે નહીં. મહેરબાની કરીને અમારી માફી સ્વીકારો કારણ કે જો અમારા પ્રિયજનો અમારા લગ્નમાં હાજર હોત તો તે ખૂબ સારું હોત. અમે સૌથી ખુશ હોત.. અમે આશા રાખીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ સારી થાય ત્યારે તમે અને હું સાથે મળીને ઉજવણી કરીશું. ઘણો બધો પ્રેમ – પ્રણીતા અને નીતિન. ‘

પ્રણિતાની આ પોસ્ટ પર, તેના ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે. આ સાથે, ઘણા સેલેબ્સે પણ તેમને અભિનંદન આપ્યા હતા. પ્રણીતા અને નીતિનને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભેચ્છા પાઠવતા અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, ‘પ્રણિતા તમને ખૂબ ખૂબ અભિનંદન. નીતિન ને તમને જીવનભર શુભકામનાઓ. હંમેશા ખુશ રહો.’

Exit mobile version