Site icon hindi.revoi.in

એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પહેલા ફોટો શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-  એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર જોવા મળી રહી છે, પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે કોન્ટેક્ટમાં રહેતી પણ જોવા મળે  છે. આ સાથએ જ તે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નવી નવી પોસ્ટ્ અને ફોચોઝ શેર કરતી જોવા મળે છે. આ જ ક્રમમાં મનીષાએ પોતાના સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો પહેલો ફોટોશૂટ ફોટો શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

મનીષાએ શેર કરેલા આ ફોટઝને ચાહકોની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાની પ્રક્રિયાઓ આપી રહ્યા છે. મનીષાના પહેલા ફોટોશૂટની આ તસવીરે લોકોના દિલ જીત્યા છે.

મનીષા કોઈરાલા વીડિયો દ્વારા શેર કરેલા ફોટામાં ઓછા મેકઅપ અને ટૂંકા વાળમાં જોવા મળી રહી છે. આ  ફોટો બ્લેક અન્ડ વ્હાઈટ જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતા મનીષાએ કેપ્શનમાં લખ્યું હતું, “થ્રોબેક … મારો પહેલો ફોટોશૂટ”. અભિનેત્રીની આ પોસ્ટ પર દિયા મિર્ઝા, લિસા રે, શ્રુતિ હાસન અને આયુષ્માન ખુરાના જેવા સેલેબ્સની કોમેન્ટ્સ આવી છે.

આ તમામ સેલેબ્સ એ  મનીષાના આ ફોટા પર ખૂબ પ્રેમ વર્સાવ્યો છે. ખાસ કરીને આયુષ્માન ખુરનાને મનીષાનો આ ફોટો એટલો ગમ્યો કે તેણે તેને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકી અને લખ્યું, “મનીષા કોઈરાલાની તારીફની કહાનિ”.

મનીષાના ચાહકો પણ તેના આ ફોટાની પ્રશંસા કરતાં થાકતા નથી. ફોટા પર ટિપ્પણી કરતાં, એક યૂઝર્સ એ લખ્યું, “તમે સૌંદર્યનો દાખલો છો”. ઉલ્લેખનીય છે કે, મનીષાએ કારકીર્દિની શરૂઆત 1991 માં આવેલી ફિલ્મ ‘સૌદાગર’ થી કરી હતી. તેમની કેટલીક યાદગાર ફિલ્મો છે ‘1942: અ લવ સ્ટોરી’, ‘બોમ્બે’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘ખામોશી’ આ તેમની સફળ ફિલ્માંની ફિલ્મો છે,મનીષા એ પોતાની સ્ટાઈલ અને અંદાજથી દર્શકોના દીલ જીત્યા હતા

Exit mobile version