Site icon hindi.revoi.in

એક્ટ્રેસ કરીના કપૂર તેના પુસ્તકને લઈને વિવાદમાંઃ ઘાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બાબતે પોલીસ ફરીયાદ નોંધાઈ

Social Share

મુંબઈઃ-બોલિવૂડના કેટલાક સિતારાઓ કંઈકને કંઈક રીતે વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક અભિનેત્રી કરિના કપૂર હવે વિવાદમાં સપડાઈ છે,વાત જાણે એમ છે કે, કેટલાક લોકોએ કરીના કપૂર ખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે ખ્રિસ્તી સમુદાયના કેટલાક લોકોએ કરીના કપૂરે તાજેતરમાં તેના એક પ્રકાશિત પુસ્તક ‘પ્રેગ્નેન્સિ બાઇબલ’ ના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે. આ પ્રકારના લોકોએ કરીના સાથે વધુ 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ક્રિશ્ચિયન જૂથે તેના પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન ફેડરેશનના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં કરીના સામે ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે,પુસ્તકનાં શીર્ષકમાં બાઇબલ જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. મળતી માહિતી મુજબ પોલીસને ફરિયાદ મળી છે પરંતુ એફઆઈઆર નોંધાઈ નથી. કરિનાએ ગત 9 જુલાઈએ આ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. તેણે ખૂબ જ ઈન્ટરસ્ટિંગ રીતે તેના ઇન્સ્ટાગ્રામ પર પુસ્તકનું પ્રમોશન કર્યું.

કરીના કપૂરે ફેબ્રુઆરી મહિનામાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ભૂતકાળમાં પુસ્તકની ઘોષણા સાથે કહ્યું હતું કે તેની બંને ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક અને ભાવનાત્મક રૂપે જે અનુભવ્યું છે તે પુસ્તકમાં લખ્યું છે. ત્યારે હવે કરીનાના પુસ્તકના ટાઈટલને લઈને ખ્રિસ્તી ઘર્મના લોકોએ વિરોધ નોંધાવ્યો છે

 

Exit mobile version