Site icon Revoi.in

જહાનવી કપૂરનો 24મો જન્મદિવસ: જાણો તેના જીવન વિશે આ રસપ્રદ વાત

Social Share

મુંબઈ: જહાનવી કપૂર 6 માર્ચ એટલે કે આજે પોતાનો 24 મો જન્મદિવસ ઉજવી રહી છે. જહાનવી કપૂરના જન્મદિવસ પર અમે તમારી સાથે એવી એક વાત શેર કરવા જઈ રહ્યા છીએ,જે તમે કદાચ પહેલાં નહીં સાંભળ્યું હોય. જહાનવી કપૂર પહેલી ફીમેલ સુપરસ્ટાર શ્રીદેવી અને જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી છે.જહાનવી કપૂરે પણ માતા શ્રીદેવી જેવા સુપરસ્ટાર બનવાનું બાળપણથી જ એક સ્વપ્ન જોયું હતું.

પિતા બોની કપૂરે ક્યારેય પણ તેના આ સ્વપ્ન પર રોક ટોક કરી નહતી.પરંતુ શ્રીદેવી નહોતી ઇચ્છતી કે, તેમની પુત્રી ફિલ્મ ઉદ્યોગનો ભાગ બને. શ્રીદેવી ઇચ્છતી હતી કે, જહાનવી સારી રીતે અભ્યાસ કરે અને ડોકટર બને. પરંતુ આ જહાનવીનું સ્વપ્ન નહોતું. જહાનવી અભિનેત્રી બનવા માંગતી હતી અને તેણે તેનું સપનું પૂરું કર્યું.

ત્યારબાદ જહાનવી કપૂરે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું હતું. જોકે તેની માતા શ્રીદેવી આ ફિલ્મ જોવા માટે જીવિત નહોતી. ફિલ્મ રીલીઝના થોડા સમય પહેલા જ શ્રીદેવીનું મોત નીપજ્યું હતું. જહાનવી કપૂર આનાથી ખરાબ રીતે તૂટી ગઈ હતી. તે પરિવારમાં તેની માતાની સૌથી નજીક હતી. લોકો જહાનવીને શ્રીદેવીની કોપી પણ બોલાવે છે.

હાલ,જહાનવીના બર્થ ડે પ્લાન વિશે વાત કરીએ તો તેમણે આ વખતે ખૂબ જ સરળ રીતે તેમનો જન્મદિવસ ઉજવવાનું વિચાર્યું છે. જહાનવી હાલમાં પટિયાલામાં પોતાની ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ કરી રહી છે. ત્યાં જ તેણી પોતાનો જન્મદિવસ ઉજવશે. તેનો દિવસ વધુ ખાસ બનાવવા માટે તેની બહેન ખુશી કપૂર પણ પટિયાલા પહોંચી છે. ખુશીની સાથે તેના લાડલીના જન્મદિવસની ઉજવણી કરવા માટે તેના પિતા બોની કપૂર પણ ત્યાં હાજર રહેશે.

-દેવાંશી