Site icon hindi.revoi.in

એક્ટ્રેસ હિના ખાને પિતાના નિધન બાદ ભાવુક પોસ્ટ શેર કરી, કહ્યું , ‘થોડો સમય સોશિયલ મીડિયાથી લઈ રહી છું બ્રેક’

Social Share

મુંબઈઃ- તાજેતરમાં અભિનેત્રી હિના ખાનના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ સમયે હિનાખાન પોતાના એક પ્રોજેક્ટના શૂટિંગ માટે કાશ્મીરમાં હતી. હિનાના પિતાના મોત બાદ અનેક ચાગકો ચાહકો સહિત અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.ત્યારે હવે પિતાના મોતના ચાર દિવસ બાદ હિના ખાન એ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, તે હવે થોડા સમય માટે તે સોશિયલ મીડિયાથી બ્રેક લઈ રહી છે.

એક્ટ્રેસ હિના સોશિયલ મીડિયા પર રોજે રોજ એટ્કિવ જોવા મળે છે, તેના શૂટિંગના વીડિયો વાર તહેવારના ફોટોઝ કે પછી જાહેરાતના શોર્ટ વીડિયોઝ ઈન્સ્ટા પર શરે કરતી  રહે છે,ત્યારે હવે હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર  ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું છે કે, “મારા પ્રિય પિતા અસલમ ખાન 20 એપ્રિલ 2021 માં અમને બધાને છોડીને ચાલ્યા ગયા. આ મુશ્કેલ સમયમાં મારા અને મારા પરિવારની ચિંતા કરવા બદલ હું તમારી આભારી છું. હું અને મારો પરિવાર હાલ શોકમાં છે, આવી સ્થિતિમાં વર્ક કમિન્ટમેન્ટ માટે મારી ટીમસોશિયલ મીડિયા એકાઉન્ટને સંચાલિત કરશે. તમારા સપોર્ટ અને પ્રેમ બદલ આભાર- હિના ખાન”.

હિના ખાને તેના ચાહકોને માહિતી આપી છે કે તે છેલ્લા કેટલાક સમય માટે સોશિયલ મીડિયાથી બ્રેક લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હિના કાશ્મીરમાં શાહિર શેખ સાથે આગામી પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી, તે જ સમયે તેને આ દુઃખદ સમાચાર મળ્યા.

ઉલ્લેખનીય છે,  હિના ખાન  તેના પિતાની ખૂબ જ નજીક હતી. તે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર હંમેશા પિતાની સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહેતી હતી. ટીવી અભિનેત્રી હિના ખાન મૂળ કાશ્મીરી પરિવારની છે. શરૂઆતમાં તેનું એક્ટ્રેસ બનવું કોઈને ગમતું નહોતું.

જો હિનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી હિના ખાને ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈથી ડેબ્યૂ કર્યું હતું અને આ શોમાં તે અક્ષરાની ભૂમિકામાં જોવા મળી હતી. અક્ષરાના રોલમાં હિના ખાન ખૂબ ફેમસ બની હતી, આ પછી હિના ખાને ‘બિગ બોસ 11’ માં ભાગ લીધો હતો આ સાથે જ તેણે બોલિવૂડની ફિલ્મ  હેકેડમાં મેન રોલ પ્લે કર્યો હતો

સાહીનઃ-

Exit mobile version