Site icon hindi.revoi.in

અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કોરોનાના દર્દીઓ માટે 2 કરોડનું દાન કર્યું – ketto સાથે મળીને ફંડ ભેગુ કરવાનું #Inthistogether અભિયાન કર્યું શરુ

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને અનેર તબીબી જરુરીયાતોનો અભાવ વર્તાઈ રહ્યો છે,આવી સ્થિતિમાં અને હસ્તીઓ દર્દીઓની મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે બોલિવૂડમાં પણ કેટચલાક સ્ટાર્સ લોકોની મદદ કરી રહ્યા છએ જેમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી લોકોની મદદ માટે આગળ વધ્યા છે.

આ કપલે સોશિયલ મીડિયા પર  વીડિયો શેર કરીને  માહિતી આપી છે કે તેમણે ફંડ એકત્ર કરવાનું કાર્ય શરૂ કર્યું છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ આગળ આવે અને કોરોના સામેની લડત જીતવામાં મદદ કરે. ઉલ્લેખનીય છે કે,  તેઓએ અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે, આ સાથે જ તેમણે પોતે પણ કોરોનાના દર્દીઓની મદદ માટે કુલ 2 કરોડ રૂપિયા પણ ડોનેટ કર્યા છે.

અનુષ્કા શર્માએ શેર કરેલા આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કાએ લોકોને કહ્યું છે કે, “દેશમાં કોરોનાની બીજી લહેર પછી મન પરેશાન છે. લોકોને તડપતા જોઈને દિલ તૂટી રહ્યું છે. તેથી જ અમે કેટો સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે. દ્વારા. #  #Inthistogether, ના માધ્યમથી અમે રકમ એકત્રિત કરીને લોકોની મદદ કરી શકશું. જે કોરોનાથી યુદ્ધ જીતવાકામ આવશે. આ યોગદાન ઘણા લોકો માટે ઉપયોગી થશે. આ સાથે જ તેમણએ કહ્યું છે કે, માસ્ક પહેરો અને અંતર જાળવી રાખો

ઉલ્લેખનીય છે કે, કેટો અભિયાન 7 દિવસ સુધી સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવશે અને તેમાંથી જે ભંડોળ એકત્ર કરવામાં આવશે તે એસીટી ગ્રાન્ટને આપવામાં આવશે. જે આ અભિયાનનો અમલીકરણ ભાગીદાર છે. આસંટના સમયમાં, એસીટી કોરોના દર્દીઓને દવાઓ, ઓક્સિજન અને રસી આપવા માટે મદદ કરી રહી છે.

 

Exit mobile version