Site icon hindi.revoi.in

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવનો 40 મો જન્મદિવસઃ- તેની સાદગી પર એમએફ હુસૈન પણ થયા હતા ફિદા, જાણો તેના વિશેની કેટલીક ખાસ વાતો

Social Share

મુંબઈઃ- બોલુવૂડની ખુબસુર અભિનેત્રી અમૃતા રાવ કોઈની ઓળખની મોહતાજ નથી, તે તેની ખુબ સુરતીથી લઈને તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે, ઈશ્ક વિશ્ક ફિલ્મથી બોલિવૂડમાં તેણે ડેબ્યૂ કર્યું ત્યાર બાદ તેણે અનેક ફિલ્મો આપી જેમાં તેની ફિલ્મ વિવાહ સુપર હિટ રહી હતી,મસ્તી, જોલી એલ એલ બી જેવી ફિલ્મોમાં કામ કર્યું આજે 7 જુનના રોજ અભિનેત્રી તેનો 40મો જન્મદિવસ મનાવી રહી છે.બોલિવૂડમાં ખૂબ ઓછી ફિલ્મો કરી હોવા છત્તા તેણે ખૂબ નામના મેળવી છે.

હિન્દી ફિલ્મો પછી તે તેલુગુ સિનેમામાં પણ જોવા મળી. અભિનેત્રીની સાદગી અને અભિનયને દર્શકોએ ખૂબ ખૂબ પસંદ કર્યો હતો અને તેથી જ લોકોના દિલમાં અમૃતા માટેની સારી ઈમેજ બની.

એમએફ હુસૈને તેની ખૂબ સુરતીના કર્યા હતા વખાણ

મકબૂલ ફિદા હુસેન, જે એક જાણીતા આર્ટિસ્ટ હતા. તેમના વિશે તે પ્રખ્યાત હતું કે તેઓ ખૂબ જ ઓછી મહિલાઓની સુંદરતાથી મોહિત થતા હતા.જેમાંથી એક અમૃતા રાવ છે. અભિનેત્રી માધુરી દીક્ષિતને તેના કેનવાસ પર મૂક્યા પછી, એમએફ હુસેને અમૃતા રાવને રંગ આપ્યો. તેની પેઇન્ટિંગ એક પ્રખ્યાત કલાકાર દ્વારા બનાવવામાં આવી છે તે સાંભળીને અમૃતા રાવ સ્તબ્ધ બની હતી.

અમૃતા રાવે આ બાબતે એક વખત કહ્યું હતું કે, ‘એમએફ હુસેને એક વાર મને કહ્યું હતું કે માધુરી દીક્ષિત પછી, મારો એવો ચહેરો છે જે તેમને પ્રભાવિત કરે છે.જે મારા માટે કોઈ ઔતિહાસિક કોમ્પલિમેન્ટથી ઓછુ નહોતું,  અમૃતા કહે છે, “તે અત્યાર સુધીનું સૌથી  શ્રેષ્ઠ કોમ્પલિમેન્ટ હતું જ્યારે પણ હું મારી કારકિર્દીની યાત્રા પર નજર કરીશ ત્યારે હું આ યાદ કરીશ.ઉલ્લેખનીય છે કે અમૃતારાવને વિવાહ ફિલ્મ પછી વધુ ઓળખ બનાવી હતી, આ ફિલ્મ સુપર હિટ રહી હતી,તેની સાદગી અને અભિનયે દર્શકોના ખૂબ દીલ જીત્યા હતા.

અભિનેત્રીએ આરજે અનમોલ સાથે વર્ષ 2016મા લગ્ન કર્યા

આ અભિનેત્રીએ બોલિવૂડમાં કોઈ પણ હોટચ સીન આપ્યા વગર નામના મેળવી છે, તો તેની ફિલ્મની વાત કરીએ તો છેલ્લે અમૃતા ફિલ્મ ઠાકરે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. આમાં તેણે બાળાસાહેબ ઠાકરેની પત્નીની ભૂમિકા ભજવી હતી.

અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રી અમૃતા રાવે વર્ષ 2016 માં લગ્ન કર્યા. અભિનેત્રીએ આરજે અનમોલ સાથે લગ્ન કર્યા. અમૃતા અને અનમોલે વર્ષ 2020 ના નવેમ્બરમાં તેમના પ્રથમ પુત્રનું સ્વાગત કર્યું અને તેનું નામ વીર રાખ્યું છે.

Exit mobile version