Site icon Revoi.in

ઉર્મિલા માતોંડકર કોંગ્રેસના હાથને કહ્યું બાય બાય, કોંગ્રેસનો સાથ છોડી પકડ્યો શિવસેનાનો હાથ

Social Share

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર મહારાષ્ટ્રની સતાધારી પાર્ટી શાસક શિવસેનામાં જોડાઈ ચુકી છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ હતી. અગાઉ,તે કોંગ્રેસના નેતા હતા અને તેમણે 2019ની લોકસભાની ચૂંટણી પણ પાર્ટીની ટિકિટ પર લડી હતી.

શિવસેનાએ રાજ્યપાલ બી.એસ. કોશ્યારીની પાસે માતોંડકરનું નામ વિધાન પરિષદમાં રાજ્યપાલ કોટાથી નામાંકિત કરવા માટે મોકલ્યું હતું. આ ઉપરાંત કોટા માટે મહા વિકાસ અઘાડીએ વધુ 11 નામો મોકલ્યા છે. જો કે રાજ્યપાલે હજી સુધી આ 12 નામોને મંજૂરી આપી નથી. હાલમાં તેઓએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરવા માટે કંગનાની આલોચના કરી હતી.

ઉર્મિલાની રાજકીય કારકિર્દીની શરૂઆત

હવે એ જોવું રસપ્રદ રહેશે કે, શિવસેનામાં આવ્યા બાદ ઉર્મિલાની રાજકીય કારકિર્દી આગળ વધશે. કારણ કે તેઓ સારી એવી આશા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે કોંગ્રેસે આખા દેશમાં કોંગ્રેસની પકડ ઓછી થઈ ત્યારે ઉર્મિલાએ કોંગ્રેસને છોડી દેવાનું વધુ સારું માન્યું. પરંતુ રાજકારણનો મોહ તેમને આનાથી વધુ દૂર રાખી શકયો નહીં. ઉર્મિલા ધીરે-ધીરે શિવસેનાની નજીક આવી ગઈ અને તેણે મરાઠી માનુષ વાળા ટેગથી રાજકારણ શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર વ્યક્ત કરેલા તેમના મંતવ્યો એ વાતના સાક્ષી છે કે, તેમણે શિવસેનાની મરાઠી માનુષ વાળી લાઈનને પસંદ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી પોલિટીકલ પંડિતોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે, ઉર્મિલાનું મન ફરીથી રાજકારણમાં વળવાનું શરૂ થયું છે. શિવસેનાની છબી પણ રાષ્ટ્રીય સ્તર પર તેમની સરકાર મહારાષ્ટ્ર આવ્યા પછી ખરાબ થઈ છે. તે એવા ચહેરાઓની શોધમાં હતા, જે મશહુર પણ હોય અને મહિલા હોય. આ રોલમાં ઉર્મિલા તેને યોગ્ય રીતે નજરે પડી અને તેણે ઉર્મિલાનું નામ વિધાનસભા સુધી આગળ વધારી દીધું.

_Devanshi