Site icon hindi.revoi.in

એક્ટર સોનુ સૂદની  નવી પહેલ ‘સંભવમ’ – ISIની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી માં અપાવશે કોચિંગ

Social Share

મુંબઈઃ- વિતેલા વર્ષ  દરમિયાન કોરોનાના દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે આવા સંકટના સમયે શ્રમિક લોકોને પોતાના વતન પહોંચાડવાની જબાદબારી ઉઠાવનાર બોલિવૂડ એક્ટર સોનૂ સુદ કોરોનાના સંકટના સમયમાં પણ સેંકડો લોકોની મદદે આવ્યા છે, જો વાત હોય ઓક્સિજનની કે પછી બેડ ઉપલબ્ધ કરવાની કે દર્દીને હોસ્પિટલ સુદી પબહોંચડાવાની આ તમામ બાબતે સોનુ સૂદે લોકોને મદદ કરી છે,

સોનુ સૂદ દરરોજ તેમના અનેક કાર્યને લઈને  હેડલાઇન્સમાં રહે છે. કેટલીકવાર તેઓ લોકોની મદદ કરતા જોવા મળ્યા છે, તેમના વખાણ વિશ્વ ભરમાં થઈ રહ્યા  છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે સોનુ સૂદે નવી પહેલ કરી છે, સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે.

આઈએએસ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા સોનુ સૂદે નવી પહેલ ‘સંભવમ’ શરૂ કરી છે. સોનુએ શુક્રવારે ટ્વિટર અકાઉન્ટ પર આ બાબતે જાહેરાત કરી હતી.’ તેમણે લખ્યું  કરવી છે આઈ.એ.એસ. માટે તૈયારી … અમે લઈશું તમારી જવાબદારી ‘સંભવમ’ની લોંચની જાહેરાત કરવા હું  ઉત્સાહિત.આ સુદ ચેરિટી ફાઉન્ડેશન અને દીયા દિલ્હીની આ પહેલ છે.

 

આ સાથએ જ અભિનેતાએ મફઅત આઇ.એ.એસ. કોચિંગ  સ્કોલશિપ આપવાનો પણ વાયદો કર્યો છે. ટ્વિટર પરની તેમની પોસ્ટ મુજબ, શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. જેમને આ શિષ્યવૃત્તિમાં રસ છે તે ફાઉન્ડેશનની વેબસાઇટ www.soodcharityfoundation.org ની મુલાકાત લઈને પોતાને નોંધણી કરાવી શકે છે.

 

Exit mobile version