Site icon hindi.revoi.in

અભિનેતા સોનુ સૂદ ફરી સોશિયલ મીડિયામાં છવાયા-દર્દીને ઝાંસીથી એરલિફ્ટ કરી  હૈદરાબાદ હોસ્પિટલ પહોંચાડ્યો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈને દવાઓ, વેન્ટિલેટરની પણ અછત વર્તાઈ રહી છે, ત્યારે આવા સંટકના સમયે અનેક વિદેશોથી પણ ભારતને મદદ મળી રહી છે ,ત્યારે દેશના અનેક લોકો પણ પોતાની યથાશક્તિ પ્રમાણે ફંડ આપી રહ્યા છે, બોલિવૂડ હસ્તીઓ પણ આ બાબતે પોતાનું યોગદાન આપી સરહી છે, તો બીજી તરફ પોતાના સમય ,અથાગ મહેનત અને સેવાનું યોગદાન આપતા અભિનેતા સોનુ સૂદ તેમના કાર્યને લઈને હંમેશા ચર્ચા રહે છે, ત્યારે સોનુ સૂદ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે,

કોરોનાકાળમાં સતત લોકોની વ્હારે આવતા સોનુ સૂદ લોકપ્રિય અભિનેતા બન્યા છે, સામાન્ય માણસની અપીલ સાંભળીને તેઓ તરત બનતી મદદ કરવા પહોંચી જાય છે, કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની વાત હો, કે પછી ઓક્સિજન મએળવવાની વાત હોય સોનુ સૂદ દરેક કાર્યમાં પોતાના સતત પ્રયત્નો ચાલુ જ રાખે છે, થોડા દિવસ પહેલા ટ્વિટ કરીને તેમણે અફસોસ પરણ વ્યક્ત કર્યો હતો એક, એક વ્યક્તિની મદદ કરવા છતાં છેલ્લે તેણે અંતિમ શ્વાસ લીધા હતા,કારણ કે આટલી મોટી સંખ્યામાં બધાને એક સાથે પહોંચી વળવું મુશક્લે છે,

ત્યારે હવે હાલમાં જ સોનુએ ઝાંસીના કોરોનાના દર્દીની જે રીતે મદદ કરી છે તેને લઈને તે ફરી ચર્ચામાં રહ્યા છે,મળતી માહિતી પ્રમાણે ઝાંસીથી કોરોનાના ગંભીર દર્દીને હૈદરાબાદ એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.

ઝાંસીમાં રહેતા કૈલાશ અગ્રવાલ કોરોનાથી પિડીત હતા અનેક સારવાર છતા ડોક્ટરે મોટી હોસ્પિચલમાં લઈ જવાની સલાહ આપી હતી ,બસ ત્યારે પરિવારે સોનુ સૂદને યોદ કર્યા અને તેમના પાસે મદદ માંગી, આ વાતની જાણ થતા જ સોનુની ટીમ એક એક્શનમાં આવી હતી અને તેમને ખબર પડી કે હૈદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટરની સાથે ICU બેડ ખાલી છે તો તરત તેઓને એરલિફ્ટ કરી ત્યા સમય રહેતા પહોંચાડી દીધા હતા.

દર્દીની ઝાંસીથી એરલિફ્ટ કરી લઈજવો એક પડકાર હતોઃ-

સોનુ સૂદના જણાવ્યા પ્રમાણે ઝાંસીથી દર્દીને  હૈદરાબાદ એરલિફ્ટ કરી પહોંચડવો એક મોટો પડકાર હતો, કારણ કે ઝાંસીમાં એરપોર્ટ નથી જેથી કરી દર્દીને પહેલા તો ગ્વાલિયર લઈ જવો પડે તેમ હતો ,જો કે ટીમએ સમય સપટકતા જાળવીને સમય વેડફ્યા વગર આ કામ ખુબ ઝડપથી કરી દર્દીને પહોચાડ્યો હતચો હાલ દર્દી સારવાર હેઠળ છે.તેમની તબિયતમાંમ સુધાર છે

Exit mobile version