Site icon Revoi.in

અભિનેતા સોનુ સૂદે ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને રાજ્યની સરકારોને અંતિમ સંસ્કાર માટે લોકોની મદદ કરવાની અપીલ કરી

Social Share

મુંબઈઃ- ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, વધતા કેસના કારે તબીબી વ્યવસ્થા ખોળવાી રહી છે, અનેક લોકો ભારતની મદદે આવી રહ્યા છે ત્યારે બોલિવૂડના સ્ટાર્સ પણ ભારતને બનતી તમામ મદદ કરી રહ્યા છે.આ શ્રેણીમાં અભિનેતા સોનુ સૂદ સતત એક વર્ષથી કોરોના દર્દીઓ અને પીડિતો સાથે ખડેપગે ઊભા છે. પરંતુ આ કપરા સમય તેઓ દરેકની મદદે ન પહોંચી વળતા દુખી થયા છે, આ માટે તેમણે તમામ રાજ્ય સરકારોને વીડિયો શેર કરીને આગળ આવવા અપીલ કરી છે.

વિતેલા દિવસને શનિવારે અભિનેતા સોનુ સૂદે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે, “નમસ્તે, હું તમારી સાથે એક નાનો કિસ્સો શેર કરવા માંગુ છું. ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી હું કોઈને બેડ મેળવી આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમે તેને બેડ મેશળવી આપ્યો. ત્યારબાદ વેન્ટિલેટર માટે તેમનો સંઘર્ષ શરૂ થયો. સવાર સુધીમાં અમે વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરી આપી”

સોનુ સૂદએ આ વીડિયોમાં આગળ કહ્યું કે ‘ છતા પણ તે બચી ન શક્યો, ત્યાર બાદ ફરી સમસ્યા આવી  અંતિમવિધિ  માટે, તેમની પાસે પૈસા નહોતા. અંતિમ સંસ્કાર માટે તેમને જગ્યા નહોતી મળી. આ પછી, અમે તેના અંતિમ સંસ્કારની પણ વ્યવસ્થા કરી. આ સમય દરમિયાન મારા મનમાં એક વિચાર આવ્યો. આજે દેશનો દરેક વ્યક્તિ, ગરીબ હોય કેઅમીર, તેનો સંઘર્ષ  શરુ થાય છે ઘરથી, ત્યાર બાદ  ઓક્સિજન, પછી હોસ્પિટલ, પછી બેડ, પછી આઈસીયુ, વેન્ટિલેટર અને સ્મશાનસ્થાન સુધી ચાલુ રહે છે.

સોનુ સૂદે કહ્યું કે, અમે લોકોની મદદ કરી રહ્યા છે, પરંતુ તમામ લોકો પાસે પહોંચવું મુશ્કેલ છે, દરેક લોકો તેમની સમસ્યાઓ અમારી સુધી નથી પહોંચાડી શકતા, મારી દરેક સરકારને અપીલ છે કે, કોઈ એવો નિયમ બનાવો કે. અંતિમ સંસ્કારમાં પૈસા ન ખર્ચવા પડે, આ સેવ ાદરેક માટે જલ્દીથી ઉપલબ્ધ કરાવામાં આવે.

અભિનેતાે અંતિમ સંસ્કારના ખર્ચની રકમ પણ દર્શાવી, તેમણે કહ્યું, દરેક દિવસે હજારથી વધુ લોકોના મોત થાય છે, અક વ્યક્તિનાી અંતિમ સંસ્કારનો ખર્ચ 15 થી 20 હજાર રુપિયા હોય છે, આ હિસાબે રોજ 7 કરોડ રુપિયાનો ખર્ચ થાય છે, જો સરકાર પહેલ કરે તો ઘણી મદદ મળી શકે, આ સમયે આ વાત પર ધ્યાન આપવું ખૂબજ જરુરી છે.