Site icon hindi.revoi.in

બિલ્ડિંગ સીલ કરાઈ હોવાની અફવાઓ પર અભિનેતા શુનિલ શેટ્ટીએ ટ્વિટ કરીને કહ્યું , ‘ફેક ન્યૂઝ વાયરસ કરતા જલ્દી ફેલાય છે, કોી ડેલ્ટા વેરિએન્ટ કેસ નથી’

Social Share

મુંબઈઃ-સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિ હળવી થયેલી જોવા મળી રહી છે જો કે કોરોના બાદ તેના નવા પ્રકાર ડેલ્ટા વેરિએન્ટે લોકોમાં ભય ફેલાવ્યો છે, ત્યારે વિતેલા દિવસને સોમવારે એવા સમાચાર આવ્યા કે અભિનેતા સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ્સના કેસ તેમના બિલ્ડિંગમાંથી મળી આવ્યો છે. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે સુનીલ શેટ્ટીએ આ અંગે ટ્વીટ કરીને પોતાનો જવાબ આપ્યો છે.

અભિનેતાસુનીલ શેટ્ટીએ તેને ફએક ન્યૂઝ કહ્યા છે. તેમણે કહ્યું કે ફેક ન્યૂઝ કોઈપણ વાયરસ કરતા ઝડપથી ફેલાય છે. સુનીલ શેટ્ટીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ‘વાહ, હું એક વાત કહેવા માંગુ છું કે ફેક ન્યૂઝ કોઈપણ વાયરસ કરતા ઝડપથી ફેલાય છે.મહેરબાની કરીને ડર ફેલાવો નહી. મારી બિલ્ડિંગની સોસાયટીમાં કોઈ ડેલ્ટા વેરિઅન્ટ નથી. ફક્ત એક જ કોવિડ પોઝિટિવ કેસ છે. દર્દીની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે. બાકીના દરેક લોકો કોરોના નેગેટિવ  સેલ્ફ ક્વોરોન્ટાઈ હેઠળ છે.

બીજા એક ટ્વિટમાં અભિનેતાએ લખ્યું છે કે, સ ‘મારી બિલ્ડિંગ સલામત છે અને મારો પરિવાર પણ ઠીક છે. એક વિંગમાં નોટિસ મૂકવામાં આવી છે પરંતુ આખી ઇમારત સીલ થયાના સમાચારમાં કોઈ સત્ય નથી. મારી માતા, મારી પત્ની માના, આહાન, આથિયા અને મારો સ્ટાફ, તેમજ આખી બિલ્ડિંગ સુરક્ષિત છે. તમારી પ્રાર્થના માટે આભાર. માફ કરજો, કોઈ ડેલ્ટા નથી.

ઉલ્લેખની છે કે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુનીલ શેટ્ટીના મુંબઈ સ્થિત પૃથ્વી એપાર્ટમેન્ટસીલ કરી દેવામાં આવ્યો છે. આ બિલ્ડિંગ દક્ષિણ મુંબઇના અલ્તામાઉન્ટ રોડ પર સ્થિત છે. એવું કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગમાં કોરોનાના અનેક કેસ નોંધાયા બાદ બીએમસીએ આ પગલું ભર્યું છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડેલ્ટા વેરિએન્ટના 3 કેસ નોંધાયા છે. જો કે અભિનેતાએ આ અંગે ટ્વિટ કરીને પોતાનું મોન તોડ્યું છે, અને આ સમાચારોને અફવાઓ ગણાવી છે.

Exit mobile version