Site icon hindi.revoi.in

સલમાન ખાનને ધમકી: “ ભારતના કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજે તને મોતની સજા ફરમાવી દીધી છે”

Social Share

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને 27 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, જોધપુરમાં રજૂ થવાનુ છે. સુનાવણીના પહેલા એક સોશયલ મીડિયા યૂઝરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

ગેરી શૂટર નામના એક યૂઝરે આ ફેસબુક પોસ્ટ સોપૂ ગ્રુપ નામના એક ગ્રુપમા નાખી છે. તેની સાથે તેણે કહ્યુ છે કે તે (સલમાન) ભલે ભારતીય કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજના કાયદાથી નહીં.

સૂત્રોનું માનીએ તો સલમાનને મળેલી આ ધમકીએ જોધપુર પ્રશાસનની મુશ્કેલી વધારી દીધી છે. જોધપુર પોલીસ આ મામલે ચુપ છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે અધિકારી સલમાન માટે સિક્યુરિટીમાં વધારો કરશે.

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વિચારી લે સલમાન તૂ ભારતના કાયદાથી તો બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજ અને સોપૂ પાર્ટીના કાયદાએ તને મોતની સજા ફરમાવી દીધી છે. સોપૂની અદાલતમાં તૂ દોષિત છે.

મહત્વપૂર્ણ છે કે 1998માં જોધપુર ખાતે ફિલ્મ હમ સાથ-સાથ હૈ-ના શૂટિંગ વખતે કાંકાણી ગામની સીમા પર બે કાળા હરણોનો શિકાર થયો હતો. તેનો આરોપ સલમાનખાન પર લાગ્યો હતો. આ મામલાની સુનાવણી પુરી કરતા સીજેએમ કોર્ટે 5 એપ્રિલ-2018ના રોજ સલમાનખાનને દોષિત માનતા પાંચ વર્ષની સજા ફટકારી હતી અને તેની ઉપર દશ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

આ મામલામાં સહઆરોપી એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ નીલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બૂને કોર્ટે શંકાનો લાભ આપીને મામલામાંથી બરી કર્યા હતા. સલમાનને બે દિવસ જેલમાં રહ્યા બાદ 7 એપ્રિલે 25-25 હજાર રૂપિયાના મુચરકા પર જામીન આપવામાં આવી હતી.

Exit mobile version