Site icon hindi.revoi.in

અભિનેતા કુમાર ગૌરવનો 61મો જન્મદિવસઃ બોલિવૂડમાં પહેલી ફિલ્મ સૂપર હિટ રહી, બાદમાં અનેક ફ્લોપ ફિલ્મો એ તેમને ફિલ્મી દુનિયાથી કર્યા દૂર ,જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

Social Share

 

મુંબઈઃ બોલિવૂડ જગતમાં કેટલાય લોકો પોતાનું કિસ્મત આજમાવા આવતા હોય છે કેટલાક સફળ થાય છે તો કેટલાકને હાથે નિષ્ફળતા મળે છે, તો કેટલાક સ્ટાર એવા પણ જોવા મળે છે કે જેમણે પેહલી ફિલ્મથી જ બાજી મારી હોય ,ફિલ્મ સતત સુપર હીટ રહી હોય અને ત્યાર બાદ તેઓ નિષ્ફળ રહ્યા હોય .આવા જ એક અભિનેતા છે 80 ના દાયકાના અભિનેતા કુમાર ગૌરવ , કે જેઓ આજ રોજ પોતાનો 61 મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

પહેલી જ ફિલ્મ સુપરહિટ આપનાર કુમાર ગૌરવે ઇન્ડસ્ટ્રીમાં એક ચોકલેટી અને રોમેન્ટીક હીરો તરીકે ફએમસ બન્યા. બોલીવુડના સુપરસ્ટાર રહેલા રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવનો જન્મ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો અને આજે તેઓ ઇન્ડસ્ટ્રીથી ઘણા દુર થઈ ગયા છે, તેઓ શા માટે ફિલ્મી જગતથી દુર ગ.યા અને આજે કેવી લાઈફ જીવી રહ્યા છે,તે અંગે આજે  આપણે તેમના જન્મદિવસે વાત કરીશું.

અભિનેતા એ વર્ષ 1981માં આવેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’થી ફિલ્મી દગતમાં એન્ટ્રી કરી, બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ચોકલેટી બોયની ઈમેજ બનાવી, ત્યાર બાદ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બંપર હિટ સાબિત થઈ. કુમાર ગૌરવના ચોકલેટી ચહેરાએ દર્શકોનું દીલ જીત્યું.યુવતીઓ કુમાર ગૌરવની માસૂમિયત પર ઘાયલ થઈ હતી. આ ફિલ્મને તેમના પિતા રાજેન્દ્ર કુમારે જ પ્રોડ્યૂસ કરી હતી. એટલું જ નહીં ફિલ્મમાં તેમનો રોલ પણ જોવા મળ્યો હતો.

કુમાર ગૌરવની બીજી ફિલ્મ ‘તેરી કસમ’ વર્ષ 1982 માં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે પૂનમ ધીલ્લોન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ રહી હતી. તે જ વર્ષે તેણે બીજી એક ‘સ્ટાર’ રજૂ કરી જે ફ્લોપ સાબિત થઈ. આ પછી કુમાર ગૌરવે ‘લવર્સ’, ‘એક સે ભલે દો’, ‘જનમ’, ‘બેગાના’, ‘દિલ તુઝકો દિયા’, ‘સિયાસત’ અને ‘ફૂલ’ સહિતની અન્ય ફિલ્મો કરી પણ આ બધી ફિલ્મો કંઈ ખાસ કરી શકી નહીં. જેના કારણે ગૌરવની કારકિર્દી પર ઘણી માઠી અસર પડી, અઆ વચ્ચે તે ફિલ્મ ‘નામ’ માં જોવા મળ્યા હતા પણ તેને તેમાં પણ બહુ ફાયદો મળ્યો નથી.કુમારે વર્ષ 2009માં છેલ્લી ફિલ્મ બીહડમાં કામ કર્યું અને ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી વિદાઇ લીધી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુમાર ગૌરવનો સિક્કો ચાલ્યો નહીં પરંતુ તેઓ આજે એક મોટા બિઝનેસમેન સાબિત થાય છે અને તેમના જીવનથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ પણ છે.ઉલ્લેખનીય છે કે કુમાર ગૌરવ સંજય દત્તના બનેવી લાગે છે. સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે તેમના લગ્ન થયા અને બંનેને બે સંતાનોમાં દીકારીઓ સાચી કુમાર અને સિયા કુમાર છે.

Exit mobile version