- જ્હોન અબ્રાહમ કોરોના સંકટમાં મદદે આવ્યા
- પોતાના તમામા સોશિયલ મીડિયા એકાઉન્ટસ એનજીઓને હલાવે કર્યા
મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, દર્દીઓની સંખ્યા એટલી હદે વધી રહી છે કે સારવારમાં ઉપયોગી સાધનો પણ ઠૂટવા લાગ્યા છે, ત્યારે અનેક દેશો પણ ભારતની મદદે આવ્યા છે, તો બીજી તરફ બોલિવૂડ સ્ટાર્સ પણ અનેક રીતે મદદ કરવા આગળ આવી રહ્યા છે. ત્યારે હવે અભિનેતા જ્હોન અબ્રાહમ પણ જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવ્યો છે અને જેથી તે લોકોની મદદ કરી શકે, તે માટે તેણે તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક એનજીઓને સોંપી દીધા છે.
જ્હોન અબ્રાહમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે, જેના દ્વારા તેણે માહિતી આપી છે કે તેણે તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક એનજીઓને સોંપી દીધા છે. એનજીઓ માહિતી પોસ્ટ કરવા અને લોકો માટે તબીબી સહાય માટે જ્હોનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરશે.
આ પોસ્ટ શેર કરતા જ્હોન અબ્રાહમે લખ્યું છે કે, ” અમારોદેશ અત્યારે મોટી સમસ્યા સામે લડવાનો બનતા તમામ પ્રયાસ કરી રહ્યો છે. દરેક પસાર થતી સેકન્ડ, મિનિટે એવા ઘણા લોકો છે જે ઓક્સિજન, આઇસીયુ, બેડ , રસીઓ અને ભોજનની વ્યવસ્થામાં રોકાયેલા છે અને નિરાશા જ મળી રહી છે. આ મુશ્કેલ સમયમાં, આપણે બધાએ એકબીજાને સાથ આપવો જોઈએ”.