- બોબી દેઓલના પુત્ર આયર્માનનો જન્મ દિવસ
- પુત્રના ફોટો સોશિય મીડિયા પર કર્યા શરે
મુંબઈઃ- બોબી દેઓલનો પુત્ર આર્યમાન ગ્લેમર વર્લ્ડથી દૂર રહે છે પરંતુ તેના તાજેતરના ફોટો હેડલાઇન્સમાં જોવા મળ્યા છે. પિતા ફાધર બોબીએ તેના જન્મદિવસ પર કેટલાક ફોટા શેર કર્યા છે. લોકો તેમને ધર્મેન્દ્ર અને ટોમ ક્રુઝ સાથે સરખાવી રહ્યા છએ, બોબીના પુત્રનો લૂક બાળપણના ધર્મેન્દ્ર જોવો જોવા મળ્યો છે,યૂઝર્સ બોબીના પુત્રની લૂકની તારીફ કરી રહ્યા છે.બોબીએ શેરકરેલા ફોટોમાં તેમનો પુત્ર ઘર્મેન્દ્ર જેવો થોડો લાગી રહ્યો છે જેને લઈને યૂઝર્સ તેને ઘર્મેન્દ્રની કોપીગણાવી રહ્યા છે
બોબી દેઓલે આર્યમાન માટે પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું છે કે, “હેપી બર્થડે માય એન્જલ”. બોબીએ ત્રણ ફોટો પોસ્ટ કર્યા છે. આમાં આર્યમન તેને ગળે લગાવીને કિસ કરતો જોવા મળે છે. આ પોસ્ટ પર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સહિત તેમના ચાહકોએ તેને શુભેચ્છાઓ આપી છે. ઘણા લોકોએ આર્યમાનના દેખાવની તુલના ધર્મેન્દ્ર સાથે કરી છે, જ્યારે કેટલાક લોકો તેમને લિટલ ટોમ ક્રુઝ પણ ગણાવી રહ્યા છે.
આર્યમાન 20 વર્ષનો થઈ ચૂક્યો છે અને તે ગ્લેમર વર્લ્ડથી દૂર રહેછે. આર્યમાન ન્યૂયોર્કમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. ગયા વર્ષે લોકડાઉન લાગુ થયા પહેલા જ તે ભારત પરત ફર્યો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન બોબીએ કહ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કે લોકડાઉન પહેલા તે ભારત પાછો આવ્યો. ઘરે, અમે વ્યસ્ત રહેવા માટે, રમતો રમીએ છીએ અને અમારા જીમમાં વર્ક આઉટ કરીએ છીએ.