Site icon hindi.revoi.in

અભિનેતા અનુપમ ખેરે મુંબઈ પોલીસના કર્યા વખાણઃ-સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે આ વીડિયો

Social Share

મુંબઈઃ- કોરોનાની સ્થિતિની સૌ કોઈ પર અસર પડી રહી છે,આ મુશ્કેલ સમયમાં ફ્રન્ટલાઈન કામદારો લોકોની મદદ માટે આગળ આવી રહ્યા  છે અને લોકોને મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ મુંબઇ પોલીસની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે

અનુમપ ખેરે મુંબઈ પોલીસ પાસેથી તેમની સ્થિતિ અઁગે જાણકારી મળેવી હતી અને તેઓને પૂછ્યું કે આ મુશ્કેલ સમયમાં તેઓ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે. અનુપમ ખેરનો આ વીડિયો આ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. અનેક યૂઝર્સ આ વિડિઓ પર સતત કોમોનેટ્સ આપી રહ્યા છે.

વાત જાણે એમ છે કે, આ દિવસોમાં, મુંબઈનું વાતાવરણ વારે ઘડીએ  બદલાઈ રહ્યું છે. તાઉ તે ચક્રવાતની અસર ઘણા વિસ્તારોમાં થઈ છે. જલદી અભિનેતા અનુપમ ખેર વાદળો ખુલ્લા થતા મોર્નિંગ વોક પર બહાર નીકળ્યા હતા, તેમણે જોયું કે આવા હવામાનમાં પણ પોલીસકર્મીઓ લોકોની મદદ માટે  આગળ આવી રહ્યા છે. અભિનેતા ત્યાં ગયો અને પોલીસકર્મી સાથે વાતચીત કરી, જેનો વીડિયો તેણે ટ્વિટર પર શેર કર્યો છે.

આ વીડિયોમાં અનુપમ ખેર કહે છે કે “જ્યારે હું શોર્ટ વોક કરવા નીકળ્યો ત્યારે મેં જોયું કે આ સિઝનમાં પણ પોલીસકર્મીઓ તેમની ફરજ બજાવતા હતા. અભિનેતાએ આગળના બધા કામદારોની પ્રશંસા કરી. તેમણે આગળ કહ્યું-” તમે લોકોએ દિવસ રાતના તોફાન અને કોરોના વાયરસ દરમિયાન જે કાર્ય કરી રહ્યા તે ખરેખર પ્રશંસનીય છે. “આ પછી, અનુપમ ખેર તેમને પૂછે છે કે તમને આટલી શક્તિ કેવી રીતે મળે છે? એક પોલીસ જવાને  તેમને જવાબ આપતા કહ્યું,” અમે આ વર્દી  પહેરી છે, આ અમારી ફરજ છે. અમારાથી જેટલું બનશે તેટલું કરીશું. ”

અનુપમ ખેરપોલીસ જવાનોને  આગળ પૂછે છે કે “ગઈકાલે બોમ્બેમાં વાવાઝોડું આવ્યું હતું, તમે લોકોએ એક પણ અકસ્માત ન થવા દીધો. તમારું કામ વખાણવા લાયક છે”. જે બાદ પોલીસ જવાને તેમને જવાબ આપ્યો કે “જ્યારે અમે તાલીમ લઈએ છીએ, ત્યારે અમને શપથ લેવડાવવામાં આવે છે, કે કેચલીક પણ મુશ્કેલીઓ કેમ ન આવે  અમારે ડરવાનું ન હોય” અભિનેતાએ એમ કહીને તેમની વાતનો અંત લાવ્યા કે, “બધા જુદા જુદા પ્રાંતના છે, જુદા જુદા શહેરોના છે, પરંતુ બધા એક સાથે જોડાયેલા છે કારણ કે હેતુ એક છે અને તે છે” જય હિન્દ, જય હો “

Exit mobile version