Site icon hindi.revoi.in

અભિનેતા અજય દેવગને ટ્વિટ કરીને હૈદરાબાદના આયાંશની બિમારી માટે માંગી મદદ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈ – તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો રહેવાસી બે વર્ષનો એક માસૂમ કે જેને એવી બીમારી છે કે તેની સારવાર કરોડોના ખર્ચે થાય તો જ તે સાજો થઈ શકે છે,  આયાંશ ગુપ્તાની સારવાર માટે આખી દુનિયામાં માત્ર એક જ દવા છે અને તે દવાની કિંમત છે 16 કરોડ રૂપિયા. આયાંશને તેની બિમારી માટે એક જ સિંગલ ડોઝ ઇન્જેક્શન આપવાની જરુર છે, તેની કિંમત 16 કરોડ રૂપિયા છે.

જો કે સામાન્ય પરિવાર માટે  આટલી રકમ લાવવી અશક્ય જેવી વાત છે, ત્યારે સોશિયલ મીડિયા થકી આયાંશ માટે અનેક લોકોએ મદદની માંગણી કરી હતી અને કરોડો રુપિયા ભેગા પણ કર્યા છે, ત્યારે ફિલ્મ અભિનેતા અજય દેવગન પણ આયાંશની મદદે આવ્યા છે.

બૉલીવુડના  સિંઘમ એવા જાણીતા એક્ટર અજય દેવગન ખૂબ સારા કાર્ય. કરીને નામના મેલી રહ્યા છે, હાલ અનેક લોકોની મદદે આવી રહ્યા છે તેમણે કેટલાક જરુરિયાતમંદ લોકોની મદદ પણ કરી હતી.

ત્યારે હવે હૈદરાબાદના માસુમની કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી નામની ભયંકર બીમારીથી પીડાતા બાળકની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. એજય દેવગને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને આયાંશ માટે મદદની માંગણી કરી છે.

અભિનેતા એ ટ્વિટર પર #SaveAyaanshGupta સાથે ટ્વિટ કર્યું છે,કલખ્યું છે કે, “આયંશ ગુપ્તા નામનો બાળક સ્પાઈનલ મસ્ક્યૂલર એથ્રોફી જેવી ભયાનક બીમારીથી પીડાય છે, તેની સારવાર અને દવા માટે 16 કરોડ રૂપિયાના ખર્ચની જરુર છે. આ બાળકની સારવાર માટે તમારા દરેકની મદદની જરુર છે, તેની મદદ કરવા માટે તેમણે તેમના ટ્વિટના ઇનબૉક્સમાં એક લિંક શેર કરી છે,. જેના દ્વારા બાળકના ઈલાજ માટે તમે જે કઈ મદદ કરવા ઈચ્છો તે રકમ તેમાં જમા કરાવી શકો છો.

સાહિન-

Exit mobile version