Site icon hindi.revoi.in

અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ અલગ  થયાઃ 15 વર્ષના લગ્નજીવનનો આવ્યો  અંત, કહ્યું, ‘નવા સફરની શરુઆત’

Social Share

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા અભિનેતા અને મિસ્ટર પરફેક્ટ્નિસ્ટથી જાણીતા એવા આમિર  ખાન અને કિરણ રાવ લગ્ન જીવનના 15 વર્ષ પછી અલગ થઈ ગયા છે. તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે.એકબીજાની સહમતિથી તેઓએ છૂટાછેડા લેવાનું લેવાનું નક્કી કર્યું છે.જો કે થોડી જ વારમાં આ માહિતી સમગ્ર મીડિયામાં ફેલાઈ રહી છે, જેને લઈને તેમના ચાહકો આશ્ચર્યમાં પડ્યા છે, આમિર ખાન અને કિરણ રાવના આ અચાકક લીધેલો નિર્ણય લોકોના મનમાં મુંઝવણ ઊભી કરી રહ્યો છે.

અભિનેતા આમિર અને કિરણે તેમના નિવેદનમાં કહ્યું કે, ’15 વર્ષના ખુબસુરત સફરમાં અમે જીવનભરનો અનુભવ, આનંદ અને ખુશી મહેસુસ કરી છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમથી વધ્યો છે. હવે આપણે અમે જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. હવે પતિ અને પત્ની તરીકે નહીં પણ એક બીજાના કો-પેરેન્ટ્સ અને પરિવાર સાથે.

તેમણે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ‘અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. અમારા સંબંધોમાં તમારા સતત સમર્થન અને સમજ માટે પરિવાર, મિત્રોનો ઘણા આભાર. જેમના વગર અમે અહીં સુધી પહોંચી શક્યા ન હોત. અમે અમારા શુભેચ્છકો પાસેથી શુભેચ્છાઓ અને આશીર્વાદ માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે, અમારા જેવા, આ છૂટાછેડાને અંત તરીકે નહીં પરંતુ નવા સફરની શરૂઆત તરીકે જોશો.

અલગ થવાની બાબતને લઈને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “અમે થોડા સમય પહેલાથી અલગ થવાની યોજના બનાવી હતી અને હવે તેને ઔપચારિક કરવામાં સરળતા અનુભવી રહ્યા છે. અલગ થયા હોવા છતાં, અમારી જીવનને પરિવારની જેન વેંહચતા રહીશું, અમે અમારા દીકરા આઝાદને સમર્પિત માતાપિતા છીએ, જેનું પાલન અમે સાથે મળી કરીશું”.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને કિરણ રાવ ફિલ્મ ‘લગાન’ ના શૂટિંગ દરમિયાન પહેલી વખત મળ્યા હતા. આમિર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો  હતો અને કિરણ સહાયક દિગ્દર્શક હતી. તેઓએ 28 ડિસેમ્બર 2005 ના રોજ લગ્ન કર્યા હતા ત્યારે હવે 15 વર્ષ બાદ બન્નેએ પોતાની સમજણથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને પોતાના ચાહકોને પણ આ નિર્ણયને નવા સફરની શરુઆતની રીતે જોવા કહ્યું છે.

 

Exit mobile version