મુંબઈ : મહારાષ્ટ્રના અમરાવતીમાં સોમવારે બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ભારે હંગામો થયો હતો. સમીક્ષા બેઠકમાં બીએસપીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો અને મારપીટ સુધી પહોંચ્યો હતો. તેમણે એક નેતાને માત્ર માર્યા જ ન હતા, પરંતુ તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા.
અમરાવતીમાં બીએસપીના કાર્યકર્તાઓએ ચૂંટણીમાં હારની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી. બેઠકમાં પાર્ટીના રાજ્ય પ્રભારી સંદીપ તાજને સહીતના અન્ય નેતાઓ પણ આવ્યા હતા. કાર્યકર્તાઓએ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પાર્ટી નેતાઓ પર નાણાં ખાવાનો આરોપ લગાવ્યો હતો.
આરોપ-પ્રત્યારોપ બાદ ચર્ચા એટલી ઉગ્ર બની કે મારામારી શરૂ થઈ હતી.
નારાજ કાર્યકર્તાઓએ નેતાઓને ફટકારવાનું શરૂ કર્યું હતું. આ મારામારીના વીડિયોમાં નેતા કોઈ રીતે જીવ બચાવીને ભાગતા દેખાઈ રહ્યા છે. જો કે આ કોશિશોમાં તેમનું શર્ટ ફાટી ગયું હતું.