1. Home
  2. revoinews
  3. કોરોના વાયરસઃ રાજકોટમાં નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી રૂ. એક કરોડનો દંડ વસુલાયો
કોરોના વાયરસઃ રાજકોટમાં નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી રૂ. એક કરોડનો દંડ વસુલાયો

કોરોના વાયરસઃ રાજકોટમાં નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી રૂ. એક કરોડનો દંડ વસુલાયો

0
  • જાહેરનામાના ભંગ બદલ 609 ગુના દાખલ કરાયાં
  • માસ્ક અને જાહેરમાં થુંકવા મુદ્દે 52229 લોકો સામે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે માસ્ક નહીં પહેરનારાઓ અને જાહેરમાં થુંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટમાં દસ દિવસમાં જ માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થુંકવા મુદ્દે 52 હજારથી વધારે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને રૂ. એક કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં અનલોક-2માં લોકો માસ્ક નહીં પહેરતા હોવાની તથા સોશિયલ ડિસ્ટસીંગનું પાલન નહીં કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ અને જાહેરમાં થુંકવા બદલ 52229 લોકોને પકડીને રૂ. 1.04 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. તેમજ રાત્રિના સમયે કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ 609 જેટલા ગુના દાખલ કર્યા છે અને 4600થી વધારે વાહન ડીટેઈન કર્યાં છે. એટલું જ નહીં માસ્ક વગર પકડાયેલા 237 લોકો પાંચથી પણ વધારે વખત પકડાયાં છે.

રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ કોરોના વાયરસની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવા માટે સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેમ છતાં લોકો સરકારી નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.