Site icon hindi.revoi.in

છેડતીના વિરોધ કરનારા લોકો પર એસિડથી હુમલોઃ13 લોકો ઈજાગ્રસ્ત

Social Share

ગુનાખોરીની ઘટનાઓમાં હંમેશા બિહાર મોખરે રહ્યું છે, જ્યાથી અવાર નવાર આ પ્રકારના સમાચારો વતા રહેતા હોય છે,એ પછી છેડતીની ઘટના હોય કે હત્યાની, ત્યારે ફરી એકવાર   બિહારના વૈશાલીમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી  છે. અહીંના દાવદનગર ગામમાં છેડતીનો વિરોધ કરનારા 13 લોકો પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. પીડિત પક્ષના આ ઇજાગ્રસ્ત લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ અહીંથી આ તમામને હાજીપુર સદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ તમામની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘાયલોમાં ત્રણ મહિલાઓ પણ શામેલ છે, જે ગંભીર રીતે દાઝી ગઈ છે. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. ઘટના અંગે કહેવામાં આવી રહ્યું છે કે પીડિત પક્ષની એક યુવતીની બે દિવસ પહેલા ગામમાં છેડતી કરવામાં આવી હતી. જેનાથી ગામમાં તંગદિલી સર્જાઇ હતી.

આ પછી બુધવારે સવારે એ જ ગામનો પીડિત પક્ષનો એક છોકરો ચાની દુકાનમાંથી પરત ફરી રહ્યો હતો. તેની સાથે ગામના જ બીજા અને પક્ષના લોકોએ તેની સાથે મારપીટ કરી હતી .ત્યારે   મામલો આગળ વધતાં બંને પક્ષે વચ્ચે મારપીટ શરુ થી હતી. દરમિયાન પીડિત પક્ષના  16 લોકો પર એસિડ વડે સામેના પક્ષે હુમલો કર્યો હતો.

આ મારપીટ દરમિયાન હુમલો કરનાર પક્ષના પાંચ લોકો પણ ઘાયલ થયા હતા. તેમને વૈશાલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. વૈશાલી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ તરફથી એફઆઈઆર નોંધવાની તૈયારી ચાલી રહી છે.

બનાવની માહિતી મળ્યા બાદ એસ.ડી.ઓ.પી. રાઘવ દયાલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકો પાસેથી કેસ વિશેની પૂછપરછ કરી હતી. તે જ સમયે, ગામના કેટલાક લોકોનું કહેવું છે કે આ ઘટના છેડછાડને કારણે નથી, પરંતુ બે દિવસ પહેલા થયેલા વિવાદને કારણે થઈ છે. હાલમાં ગામમાં તણાવનું વાતાવરણ છે અને પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

Exit mobile version