- RBI એ જારી કરી માહિતી
- વિદેશી હુંડિયામણ ભંડારમાં અંદાજે 47 કરોડનો ઘટાડો નોંધાયો
- આ પહેલાના અઠવાડિયે બે અબજ ડૉલર્સનો વધારો થયેલો હતો
દિલ્હીઃ- આરબીઆઈ દ્રારા એક માહિતી જારી કરવામાં આવી હતી ,જે પ્રમાણે ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં અંદાજે 47 કરોડ ડૉલર્સનો ઘટાડો થયો હોવાની બાબત જાણવા મળી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ બાબતે 27 નવેંબરના રોજ જાહેર થયેલા સાપ્તાહિક રિપોર્ટમાં માહિતી આપી હતી. આ પહેલાના અઠવાડીયામાં એટલે કે 20 નવેંબરના રોજ જાહેર થયેલા રિપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ સકારાત્મક નોંધાયુ હતું જેના ભંડારમાં બે અબજ ડૉલર્સનો વધારો થયેલો જોવા મળ્યો હતો અને કુલ ભંડાર 575. 29 અબજ ડૉલર્સ નોંધાયો હતો.
રિઝર્વ બેંકએ જારી કરેલા આંકડા પ્રામણે એફસીએ 35.2 કરોડ ડૉલર્સ વધીને 533.455 અબજ ડૉલર્સે પહોંચી હતી. આ આંકજડો ડજોલર્સમાં જાહેર કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે દેશના અર્થતંત્ર માટે પૂરતું વિદેશી હુંડિયામણ ખૂબ મહત્ત્વ ઘરાવતું હોય છે. કારણ કે ઘણી વખત વિદેશી લેણું પરત કરવામાં આ હુંડીયામણ મદદરુપ સાબિત થાય છે.આ રકમ થકી તે લેણું ચુકવવવામાં આવતું હોય છે.