Site icon Revoi.in

એમપીઃ-હની ટ્રેપની ઘટનામાં બૉલિવૂડની બી-ગ્રેડ અભિનેત્રીઓ સહિત 40 જેટલી કોર્લ ગર્લ્સની સંડોવણી

Social Share

રાજકરણની જો વાત કરવામાં આવે તો હમેંશાથી સુરા અને સુંદરીનો ખાસ નાતો રાજકરણ સાથે જોડાયેલો છે,હરકી ખુબસુરત યુવતીને જોઈને પોતાનનું મન બદલી બેસે છે તેવી જ એક હની ટ્રેપની ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશમાં બનવા પામી હતી જેની તપાસ હજુ પણ શરુ છે,જેમાં અનેક નેતાઓ,અધિકારીઓ,મંત્રીઓ અને વેપારીઓના નામોનો ખુલાસો થતા સમગ્ર રાજરકારણમાં હડકંપ મચી ગયો છે.

હની ટ્રેપનો ખુલાસો થતાની સાથે જ મધ્ય પ્રદેશમાં હાહાકાર મચી ગયો છે,આ મામલામાં એસઆઈટીની ટીમે જીણવણટતાથી તપાસ હાથ ઘરી છે,ત્યારે હવે ફરી આ હની ટ્રેપના મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે,હની ટ્રેપના આ સિંડીકેટમાં અંદાજે 40 કોર્લ ગર્લ્સ પણ હતી,જેમાંથી બૉલિવૂડની કેટલીક એક્ટ્રેસના નામ પણ સામે આવ્યા છે, જે પોતાની ખુબસુરત અદાઓની જાળ પાથરીને નેતાઓ અને અધિકારીઓને તેની જાળમાં ફસાવીને સાતિર દિમાગ વડે તેઓના વીડિયો બનાવ્યા છે,ત્યારે તેમની બીજી એક ટોળકીએ આ વીડિયોનો ઉપયોગ તેમના શિકાર પાસે પૈસાની વસુલી કરવા અને સરકારી કામકાજો કઢાવવાના માધ્યમ તરીકે પુરી રીતે કર્યો છે.

જેમ જેમ એસઆઈટી દ્વારા આ હની ટ્રેપના મામલામાં તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ અનેક ખુલાસાઓ સામે આવતા જાય છે,મધ્ય પ્રદેશના આ સેક્સ સ્કેન્ડલના બ્લેકમેલ કાંડ માત્ર એમપી સુધી સીમીત નથી પરંતુ આ કાંડમાં બૉલિવૂડની બી-ગ્રેડ અભિનેત્રીઓ પણ સામેલ છે,આ ઉપરાંત એવા સમાચાર સામે આવ્યા છે કે,આ અભિનેત્રઈઓએ રાજકારણના મોટા મોટા દિગ્ગજ નેતાઓની ડુબતી નસને પકડી છે, જેમાં માત્ર જકારણ જ નહી પરંતુ તેના કરતાં પણ વિશિષ્ટ અમલદારો પણ શામેલ છે.ો

પોલીસ આ દાવાઓની પૃષ્ટિતો નથી કરી શકી પરંતુ કેમેરા બંધ થતાની સાથે  આ વાતોએ જોર પકડ્યું છે,શક્યતા સેવાઈ રહી છે કે ટૂંક સમયમાં જ આ અભિનેત્રીઓના નામ સામે આવશે અને ખબર પડી જશે કે આ સમગ્ર રેકેટ પાછળ કોનો હાથ છે.

મધ્ય પ્રદેશમાંથી પકેડાયેલા બલ્કેમેલ કાંડમાં જે ખુબસુરત યુવતીઓ સામેલ હતી, તે નકલી આઈડીકાર્ડ વડે હોટલોમાં બુકીંગ કરાવતી હતી જ્યારે એક એન્જિનિયર આ યુવતીઓની જાળમાં ફસાયો ત્યારે તેણે પોલીસને આ વાતની ફરિયાદ કરતા તે યુવતીઓની ઘરપકડ કરવમાં આવી હતી.

બસ આ એક ફરિયાદથી શરુ થેયો હની ટ્રેપનો પ્રદાફાશ, ત્યાર પછી અનેક વાતનો ખુલાસો થતો ગયો છે,જેમાં કેટલાક મોટા નેતાઓના નામ પણ બહાર આવ્યા છે,તો આ ઘટનાને લઈને પોલીસનું માનવું છે કે આટલા મોટે પાયે કરોડો રુપિયા વીડિયો બ્લેકમેલથી પડાવી લેનાર યુવતીઓનું સુંદર જ હોવું જરુરી નથી તે સાથે તેમનું સ્માર્ટ હોવું પણ જરુરી છે,પોલીસનું માનવું છે કે આ સાથે-સાથે બીજી કેટલીક સુંદર યુવતીઓ આ કાંડમાં સંડોવાયેલી હશે. આ વિશે હજુ પણ તપાસ શરુ જ છે.

આ ઉપરાંત કરોડો રુપિયાની આપ-લે ને લઈને આયકર વિભાગની નજર પણ આ કેસ પર જ છે,કયા નેતાએ કેટલા રુપિયા આપ્યા છે અને કોણે કેટલા રુપિયા લીધા છે ,ત્યારે હવે જોવું રહ્યું કે ,એસઆઈટીની ટિમ અન્ય યૂવતીઓ અને બી-ગ્રેડ અભિનેત્રીઓને પકડવામાં સફળ રહે છે કે કેમ,આ ઉપરાંત આટલા મોટા કાંડને કોણ ચલાવી રહ્યું છે, તેઓના નામ બહાર આવશે કે કેમ, તે તો હવે તપાસ સંપૂર્ણ પુરી થયા બાદ જ જાણી શકાશે.