Site icon Revoi.in

ચીનના સ્થાને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ચાહે છે 200 અમેરિકન કંપનીઓ

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની લગભગ 200 કંપનીઓ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ચાહે છે. તેના માટે આ કંપનીઓ લોકસભા ચૂંટણી બાદ ચીનમાંથી પોતાના પ્રોજેક્ટ્સને ભારત લાવવા ચાહે છે. આના સંદર્ભે અમેરિકા અને ભારતના સંબંધોને મજબૂત બનાવવાની તરફદારી કરનારા સ્વયંસેવી સમૂહ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટજીક એન્ડ પાર્ટનરશિપ ફોરમે આપ્યો છે.

સમૂહે કહ્યુ છે કે ચીનના સ્થાને કોઈ અન્ય વિકલ્પ તલાશ કરી રહેલી કંપનીઓ માટે ભારતમાં શાનદાર અવસર ઉપલબ્ધ છે. સમૂહના અધ્યક્ષ મુકેશ અઘીએ કહ્યુ છે કે ઘણી કંપનીઓ તેમની સાથે વાત કરી રહી છે અને પુછી રહી છે કે ભારતમાં રોકાણ કરી કેવી રીતે ચીનનો વિકલ્પ તૈયાર કરી શકાય  છે.

મુકેશ અઘીએ કહ્યુ છે કે સમૂહ નવી સરકારોના સુધારાને ઝડપી બનાવવા અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાનું સૂચન આપશે. તેમણે કહ્યુ છે કે તેમને લાગે છે કે આ સંવેદનશીલ છે. અમે પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવે અને 12થી 18 માસમાં આનાથી વધારે ચર્ચા યોગ્ય બનાવવાનું સૂચન આપશે. અમે જોઈ રહ્યા છીએ કે ઈ-કોમર્સ, ડેટાના સ્થાનિક સ્તરે ભંડારણ વગેરે જેવા નિર્ણયોને અમેરિકાની કંપનીઓ સ્થાનિક માપદંડો નહીં માનીને આંતરરાષ્ટ્રીય માપદંડો માની રહી છે.

એવું પુછવામાં આવતા કે રોકાણ આકર્ષિત કરવા માટે નવી સરકારે શું કરવું જોઈએ, અઘીએ કહ્યુ છે કે નવી સરકારે સુધારાની ગતિ તેજ કરવી જોઈએ, નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવી જોઈએ અને અધિક પક્ષોની સાથે પરામર્શ પર ભાર મૂકવો જોઈએ. તેમણે ભારત અને અમેરિકાની વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતીની પણ પેરવી કરી છે.