Site icon hindi.revoi.in

અભિષેક બચ્ચને કોરોનાને આપી મ્હાત

Social Share

મુંબઈ: બચ્ચન પરિવારના તમામ સદસ્યો બાદ બોલીવુડ એકટર અભિષેક બચ્ચને કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે. કોરોનાની તપાસમાં સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યારબાદ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા. બચ્ચન ફેમીલીના બાકી સદસ્યો ઠીક થઈને ઘરે પહોંચી ગયા હતા, ફક્ત અભિષેક બચ્ચન જ ઠીક થવાના બાકી હતા. હવે અભિષેક બચ્ચનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. અભિષેક બચ્ચને ખુદ ફેંસને આ ખુશખબરી આપી છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું કે, એક પ્રોમિસ પ્રોમિસ હોય છે. બપોરે હું કોવિડ-19 નેગેટીવ જાણવા મળ્યો છું !!! મેં તમને બધાને જણાવ્યું હતું કે હું તેને મ્હાત આપી દઈશ. તમને બધાને મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સનો પણ ખૂબ ખૂબ આભાર!’ THANK YOU!’

આ ટ્વીટમાં કોરોનાને મ્હાત આપ્યા બાદ અભિષેક બચ્ચનની ખુશી સ્પષ્ટપણે જોવા મળે છે.તો તેના આ ટ્વીટ બાદ ફેંસની તાબડતોડ પ્રતિક્રિયાઓ મળી રહી છે. બધા તેમની સેહત સારી થવા પર ખુશી વ્યકત કરી રહ્યા છે.. ટૂંક સમયમાં તેમને હોસ્પીટલમાંથી રજા મળી શકે છે..પરંતુ હજી સુધી અભિષેક બચ્ચને આ વિષે કોઈ જાણકારી આપી નથી કે તે ક્યારે ઘરે જઈ શકશે..

(Devanshi)

Exit mobile version