Site icon hindi.revoi.in

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, કોરોનાની ચાલતી હતી સારવાર

Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને સૌરાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા અભય ભારદ્વાજનું નિધન થતા ભાજપમાં શોકનો માહોલ ફેલાયો છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની કોરોનાની સારવાર ચાલતી હતી. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જો કે, તેમની તબિયત લથડતા અમદાવાદ અને સુરતથી ખાસ તબીબોને રાજકોટ બોલાવવામાં આવ્યાં હતા. જો કે, તેમની તબિયતમાં સુધારો નહીં થતા તેમને વધારે સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. દરમિયાન તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો.

રાજકોટના જાણીતા એડવોકેટ અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા ભાજપના નેતાઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ મારફતે તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, અભય ભારદ્વાજ જાણીતા વકીલ અને સમાજ સેવી હતા. આ ઉપરાંત રાષ્ટ્રના વિકાસ માટે તેઓ ઉત્સાહિત હતા. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.

Exit mobile version