Site icon hindi.revoi.in

આરોગ્ય સેતુ એપમાં આવ્યું નવું ફીચર

Social Share

નવી દિલ્લી: કોરોના સંક્રમણને મોનિટર કરવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપમાં હવે એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જે કંપનીઓને તેમના કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવામાં મદદ કરશે. ખાસ વાત એ છે કે ઓપન એપીઆઈ સર્વિસ નામના આ ફીચરની મદદથી કર્મચારીઓનો ડેટા જોવાની પ્રક્રિયામાં ડેટા ગોપનીયતામાં ખલેલ આવશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આરોગ્ય સેતુ ખાતે કરવામાં આવેલા આ નવીનીકરણ અંગે માહિતી આપી હતી.

મંત્રાલયના જણાવ્યા મુજબ, આ સર્વિસની સહાયથી કોરોના સંક્રમણના ધોરણોને અનુસરીને વ્યવસાય અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ મળશે. નવી સેવાનો લાભ કોઈ પણ કંપની અથવા સંગઠન દ્વારા મેળવી શકાય છે જેમાં 50 થી વધુ કર્મચારીઓ છે, જે ભારતમાં નોંધાયેલા છે. આ સર્વિસના લાભાર્થીઓ તેમના કર્મચારીઓ અને અન્ય આરોગ્ય સેતુ એપ યુઝર્સની રીયલ ટાઇમ સ્વાસ્થ્ય વિગતો જોઈ શકશે. જો કે, આ માટે તેઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરતી વ્યક્તિની અનુમતિ લેવી પડશે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, એકવાર અનુમતિ મળ્યા બાદ, ‘ઓપન એપીઆઈ સર્વિસ’ નો ઉપયોગ કરનારી કંપની યુઝર્સનું આરોગ્ય સેતુ સ્ટેટ્સ અને નામ જ જોઈ શકશે. આને લીધે યુઝર્સના અન્ય ગુપ્ત માહિતી લીક થવાની સંભાવના રહેશે નહીં. મંત્રાલયે કહ્યું કે નવી સર્વિસનો ઉપયોગ કરવા માટે તે openapi.aarogyasetu.gov.inને ડાઉનલોડ કરીને તેનો લાભ લઇ શકાય છે…

મંત્રાલયે દાવો કર્યો છે કે આરોગ્ય સેતુને ડાઉનલોડ કરનારા લોકોની સંખ્યા હવે 15 કરોડને પાર થઇ ગઈ છે અને તે વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ કરાયેલ કોન્ટેક્ટ ટ્રેસીંગ એપ બની ગઈ છે.આ એપ 2 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

_Devanshi

Exit mobile version