- બોલીવુડ પરફેક્શનિસ્ટ આમિર ખાને તુર્કીશ ફર્સ્ટ લેડી સાથે કરી મુલાકાત
- આમિર ખાને તુર્કીના ફર્સ્ટ લેડી એમિન એર્દોઆન સાથે કરી મુલાકાત
- સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા
- ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહી છું -એમિન એર્દોઆન
બોલીવુડ પરફેક્શનિસ્ટ સુપર સ્ટાર આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢા માટે કામ શરૂ થઈ ગયું છે…હાલ, ફિલ્મના શૂટિંગ માટે આમિર ખાન તુર્કીમાં છે…આમિર ખાને 15 ઓગસ્ટના રોજ તુર્કીના ફર્સ્ટ લેડી એમિન એર્દોઆન સાથે ખાસ મુલાકાત કરી હતી. આ ઇસ્તંબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન હબર મેનશન ખાતે થઇ હતી
આમિર અને તુર્કીની ફર્સ્ટ લેડી એમિન એર્દોઆનની બેઠકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા ખુદ તુર્કીની ફર્સ્ટ લેડી એમિન એર્દોઆને શેર કર્યા હતા. ફોટા શેર કરતા તેણે લખ્યું, આમિર ખાનને મળીને મને ખૂબ જ ખુશી થઈ.. દુનિયાભરમાં સન્માન મેળવનાર ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક,ઇસ્તંબુલમાં…મને એ જાણીને ખુશી થઈ કે આમિર ખાને તેની ફિલ્મ લાલ સિંહ ચઢાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જે તુર્કીમાં ઘણી જગ્યાએ થઈ છે. હું તે જોવા માટે રાહ જોઈ રહી છું .
આમિર ખાનની આ ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ ભારતના પંજાબની ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ અગાઉ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝની તારીખ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે.
_Devanshi