Site icon hindi.revoi.in

પીએમ મોદી માટે ખાસ અમેરીકામાં નિર્માણ પામેલું ‘એર ઈન્ડિયા વન વિમાન’ આજે દિલ્હી ઉતરશે

Social Share

છેલ્લા ઘણા સમયથી દેશના વડાપ્રધાન મોદી માટે વીવીઆઈપી બોઈંગ વિમાન ‘એર ઈન્ડિયા વન’ અમેરીકામાં સજ્જ કરવામાં આવી હતું રહ્યું છે, હવે આ વિમાન સંપૂર્ણ સજ્જ થતા આજ રોજ દિલ્હી લાવવામાં આવનાર છે, સરકાર એ બે મોટી કાયા ધરાવતા અને ખાસ રીતે તૈયાર કરાયેલા માળખા વાળા બોઈંગ 777-300 વિમાનનો આર્ડર આપ્યો હતો જે મુજબ હવે આ વિમાનને દિલ્હી ખાતે ઉતારવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અમેરિકામાં ખાસ બનાવાયેલું એક સ્પેશિયલ વિમાન આજે પાટનગર નવી દિલ્હીમાં ઊતરશે. અમેરીકાના રાષ્ટ્રપતિ દ્રારા  ઉપયોગમાં લેવામાં આવતા ‘એરફોર્સ વન’ વિમાનની તર્જ પર ભારત માટે વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ તૈયાર કરવામાં આવ્યું છે.

આ બંને વિમાનો અમેરિકામાં ખાસ પ્રકારની તૈયારીઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ બન્ને વિમાનના ભારતમાં આગમન બાદ 25 વર્ષ જૂનું બોઇંગ 747 વિમાનને રજા આપવામાં આવશે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે બનાવાયેલા વિનાનના તર્જ પર આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. જેનું નામ  એરફોર્સ વન આપવામાં આવશે.

સાહીન-

Exit mobile version